________________
(૧૭) રિક તમામ પદાર્થોને જુદી દષ્ટિથી જોતો હતો પણ હવે સૂક્ષમ બોધ થવા સાથે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થવાથી પુત્ર, સ્ત્રિ, શરીર, ઘર, હાટ, ધન, ધાન્યાદિ તમામ બાહ્યવસ્તુને હવે શ્રુતજ્ઞાનથી પ્રાપ્ત થયેલ વિવેકજ્ઞાનને લઈ મૃગતૃષ્ણિકાઉનાળામાં દૂરથી જોવામાં આવતા ઝાંઝવાના પાણી–ગંધર્વનગર–આકાશમાં સંધ્યાના સમયમાં થતા અનેક પ્રકારના દેખાવો, સ્વપ્નામાં થયેલ રાજ્યાદિની પ્રાપ્તિ, આની સમાન ઉક્ત પદાર્થોને દેખે છે. અને નીજસ્વભાવમાં રમણતા કરી શાંતિ પામે છે. જે ૧૫૪
અંગિકાર કરવા ગ્ય કર્તવ્ય બતાવે છે. अबाह्य केवलं ज्योति-निराबाधमनामयम् ।। यदत्र तत्परं तत्त्वं शेषः पुनरुपालवः ।।१५५।।
અર્થ. આદર કરવા લાયક, આંતરિક એક જ્યોતિ સ્વરૂપજ્ઞાનસ્વરૂપ નિરાબાધં-પીડારહિત, અનામય–રોગરહિત એવું આ જગતમાં એક પરમતત્ત્વ–આત્મતત્વ અંગીકાર કરવા લાયક–જાણવા લાયક છે; બાકી તમામ ઉપપ્લવો-ઉપાધિઓ ઉપદ્રવરૂપ સમજવી. આમ સમજી આત્મસ્વરૂપમાંજ રમણતા કરવી તે ગ્ય છે. જે ૧૫૫ .
વિવેચન. પ્રથમ કહી આવ્યા કે ચકવતિની રીદ્ધિસિદ્ધિ તમામ પાંચેઇદ્રિના વિષય ભેગો વિગેરે પુગલિક વસ્તુઓ મૃગતૃષ્ણા, ગંધર્વનગર, તથા સ્વરાજ્ય સમાન છે. તે પછી જગતમાં અંગિકાર કરવા લાયક એવી કઈ વસ્તુ છે કે જેના સ્વિકારથી આત્મ કલ્યાણ થઈ શકે ? તેના ઉત્તરમાં જણાવે છે કે આંતરિક, કેવલ જ્યોતિ સ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org