Book Title: Yogapradip Author(s): Amrutlal Kalidas Doshi Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 4
________________ નિવેદન લગભગ દોઢસો શ્લોક પ્રમાણનો આ ગ્રંથ નાનો હોવા છતાં યોગ જેવા ગંભીર વિષય પર સારો પ્રકાશ પાડે છે. તેની ભાષાશૈલી ઘણી સરળ હોવા સાથે અતિ અસરકારક છે. યોગવિષયક અન્ય ગ્રંથોને લક્ષ્યમાં રાખી દરેક લોક પર તુલનાત્મક વિવેચન કરવામાં આવે તો આ ગ્રંથનું સાચું મૂલ્યાંકન થઈ શકે. ગ્રંથનું સંપાદન છ પ્રતો પરથી કરવામાં આવ્યું છે. આમાંની એકપણ પ્રતમાં ગ્રંથના કર્તા, કૃતિસંવત આદિ અંગે કશો જ ઉલ્લેખ નથી. શ્લોકક્રમ અને લોકસંખ્યામાં પણ ફરક પડે છે; એટલે હજુ બીજી પ્રતો મળે તો સંશોધન માટે વિશેષ અવકાશ રહે. અમને પ્રાપ્ત થયેલ પ્રતોમાંથી બે હસ્તલિખિત પ્રતો એવી મળી કે જેમાં આ ગ્રંથ “યોગાસર” (સંસ્કૃત) પૂરું થયા પછી છેવટે આપ્યો છે. યોગસાર” અને “ચોકવીપ'નું વિચારસામ્ય જોતાં લાગે છે કે તે બન્ને પરસ્પર સંબંધિત હોય અને કદાચ બનો અજ્ઞાત કર્તા પણ એક જ હોય. * શ્રી નેમિદાસ રચિત “પંચપરમેષ્ટીમંત્રરાજ ધ્યાનમાળામાં આ ગ્રંથનો યોગશાસ્ત્ર” તથા “પાતંજલ યોગસૂત્ર” સાથે ઉલ્લેખ છે. તે પરથી એમ લાગે છે કે એ જમાનામાં આ ગ્રંથ અતિ પ્રચલિત હશે. ગ્રંથ પ્રાચીન લાગે છે, છતાં તે સંપૂર્ણ મૌલિક કૃતિ હોય એમ જણાતું નથી. ભાષા તેમજ વિચારધારાની દૃષ્ટિએ ઉપનિષદો તેમજ શ્રી શુભચંદ્રાચાર્યત “જ્ઞાનાર્ણવ અને શ્રી હેમચંદ્રાચાર્યકૃત “યોગશાસ્ત્રની તેના ઉપર વઅંશે અસર છે; તેથી આ કૃતિને સંગ્રહાત્મક કહેવી ઉચિત લેખાય. “યોગપ્રદીપ’નો મુખ્ય વિષય આત્મા છે. આત્માનું સાચું સ્વરૂપ શું છે, તેનું સાચું દર્શન ક્યારે થાય, તેનું પરમાત્મા સાથે સંમિલન કેવી રીતે થાય * જુઓઃ જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી હવે પછી પ્રકાશિત થનાર –“નાર સ્વાસ્થયઃ કરતી વિમા.” ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 90