________________
આઠ દૃષ્ટિની સજ્ઝાય
૧૭૭
જે
અપૂર્વકરણ તે આત્મવીર્યરૂપ શુભ પરિણામ, અનાદિ કાળે અપૂર્વ અપૂર્વ જે શુભ શુભતર પરિણામ ધર્મસ્થાનકે વિષે હોય તે ધર્મસંન્યાસ, બીજે અપૂર્વકરણે ગ્રંથિભેદ થવાથી સમ્યગ્દર્શન, શમસંવેગાદિ લિંગરૂપ આત્મપરિણામ હોય.
યત:
शमसंवेगनिर्वेदाऽनुकम्पास्तिक्यलक्षणैः ।
पञ्चभिः लक्षणैः सम्यक् सम्यक्त्वमुपलक्ष्यते ॥ (योगशास्त्रे) तथा 'तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्' (तत्त्वार्थे)
ત્યારપછી તથાવિધ કર્મસ્થિતિને ઓછી કરે એટલે કે સંખ્યાત સાગરોપમ સ્થિતિ અતિક્રમે ત્યારે પ્રથમ ધર્મસંન્યાસ સામર્થ્યયોગ હોય.
યત:- गठिति सुदुब्भेओ, कक्खडघणरूढगूढगंठिव्व ।
जीवस्स कम्मजणिओ, घणरागदोसपरिणामो ॥१॥
संमत्तंमि उ लद्धे, पलियपुहुत्तेण सावओ हुज्जा । चरणोवसमखयाणं, सागरसंखंतरा हुंति ॥२॥
અર્થ :- ગ્રંથિ એટલે અત્યંત દુર્ભેદ્ય, કર્કશ, ઘન, રૂઢ અને ગૂઢ ગ્રંથીની જેવા જીવના કર્મજનિત ઘન-નિબિડ રાગદ્વેષના પરિણામ જાણવા. ૧
સમ્યક્ત્વ પામ્યા પછી પલ્યોપમપૃથક્સ્થ કર્મસ્થિતિ ઘટે ત્યારે શ્રાવક (દેશવિરતિ) થાય અને સંખ્યાત સાગરોપમ ઘટે ત્યારે ચારિત્રાવરણીનો ક્ષયોપશમ થવાથી સર્વવિરતપણું પામે. ૨
માટે સ્થિતિભેદ જેમ જેમ વધારે થાય તેમ તેમ આયુંજીકરણથકી આત્મવીર્યોલ્લાસથી ઉપરઉપરના ગુણસ્થાનક ભજે, તે સર્વ ધર્મસંન્યાસ સામર્થ્યયોગ કહીએ, તેમ જ તેને પારમાર્થિક-તાત્ત્વિક કહીએ. કોઈક વેળાએ પ્રવ્રજ્યાપ્રતિપત્તિ કાળે અતાત્ત્વિક પણ કહીએ, કારણ કે પ્રવ્રજ્યા સન્મુખ તો છે, પરંતુ પ્રવ્રજ્યા આદરી નથી, માટે ત્યાં જ્ઞાનરૂપ પ્રતિપત્તિ વિશેષ હોય અને ધર્મસંન્યાસ સામર્થ્યયોગનો અધિકારી ભવવિરક્ત હોય. આ પ્રમાણે સિદ્ધાંતમાં
૧૭૮
કહ્યું છે.
યોગદૃષ્ટિસંગ્રહ
પ્રવ્રજ્યાધિકારી આર્યદેશોત્પન્ન, વિશિષ્ટ જાતિવંત કુળમર્યાદાવંત હોય. અશુભકર્મમળ-બુદ્ધિપ્રપંચ પ્રાયે ક્ષીણ થયેલ હોય અને ‘મનુષ્યપણાનાં નિમિત્ત દુર્લભ છે, સંપદા ચપલ છે, વિષય દુ:ખૌઘહેતુ છે, સંયોગ વિયોગમિલિત છે, શરીર પ્રતિક્ષણે મરણયુક્ત છે.' એવી રીતે દારુણ વિપાકવાળા સંસારનું અનેક પ્રકારે નિર્ગુણપણું ભાવીને સહજપણે સંસારથી વિરમ્યો હોય, અલ્પકષાયી, અલ્પહાસ્યાદિવંત, અલ્પવેદોદયી, કૃતજ્ઞ, વિનીત, ઘરવાસમાં હોય ત્યારે રાજામાત્યાદિ બહુજનમાન્ય, અદ્રોહી, સુંદર અંગવાળો, શ્રદ્ધાવંત, પ્રવ્રજ્યાઆરાધક, જ્ઞાનયોગનો આરાધક ઇત્યાદિ ગુણોપેત મનુષ્યને ધર્મસંન્યાસ
સામર્થ્યયોગવાળો જાણવો.
યોગસંન્યાસ સામર્થ્યયોગ પારમાર્થિક-તાત્ત્વિકપણે ક્ષપકશ્રેણિગત યોગીને તથા ક્ષાંત્યાદિસર્વગુણ ક્ષયોપશમપણે જેને ઉત્પન્ન થયા હોય તેને, યાવત્ કેવળજ્ઞાનનો લાભ મેળવનારને લાભે, ઉપરાંત શૈલેશી અવસ્થાગત યોગનિરુંધન કાળે વર્તતા હોય તેને પણ હોય.
ત્રણ યોગમાં પ્રથમ યોગ-ચરમા (ચરમાવર્તમાં પ્રાપ્ત થનાર હોવાથી) કહેવાય છે અને તે ભવ્ય મિથ્યાદષ્ટિને પણ હોય, બીજો યોગ-સમ્યગ્દષ્ટ, દેશવિરતિ પ્રમુખને હોય અને ત્રીજો યોગ દીક્ષાની સન્મુખ એવા ભવવિરક્ત તથા અપ્રમત્ત મુનિને યાવત્ અયોગી અવસ્થાવાળા થાય ત્યાં સુધી હોય. તેનો વિશેષ અધિકાર યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથથી જાણવો. અહીં તો લેશમાત્ર લખ્યો છે. યોગનું દર્શન તે સામાન્ય માત્ર જ્ઞાનાવરણીયના ક્ષયોપશમે જાણવું અને દૃષ્ટિ તે ઇહાદિ વિચારણાએ અવધારવી. યોગ સંબંધે આટલું વિવેચન કરી હવે દૃષ્ટિનું સ્વરૂપ કહીએ છીએ.