________________
પાંચમી થિરા દૃષ્ટિની સજ્ઝાય
૧૯૯
બાલ ધૂલીઘર લીલા સરખી, ભવચેષ્ટા ઇહાં ભાસે રે, રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટમહાસિદ્ધિ પાસે રે. એ ગુણ. IIII
અર્થ :- જેમ બાળકોએ કરેલી ધૂલિના ગૃહની લીલા પરમાર્થે ગૃહરૂપ સત્ય નથી, તેમ આ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીને સંસારની સર્વ ચેષ્ટા, પુદ્ગલવિલાસ તેવા જ ભાસે છે. અર્થાત્ સત્ય લાગતા નથી. આવી રીતે સંસારની અનિત્યતા જાણવાથી અંતરંગની સર્વ સિદ્ધિ તેના ઘટમાં જ પ્રગટ થાય, સંતોષરૂપ મહાસુખોત્પાદક ગુણ પ્રગટે, અષ્ટમહાસિદ્ધિ તેની પાસે જ રહે, સમસ્ત લબ્ધિની સિદ્ધિ તે યોગરૂપ કલ્પવૃક્ષનાં કુસુમ તુલ્ય છે એમ માને.
અહીં અષ્ટમહાસિદ્ધિનું વર્ણન કરે છે. ૧. મહિમા-શરીરાદિકને મેરુપર્વત કરતાં પણ મોટું કરવાની શક્તિ. ૨. લઘિમા શરીરાદિકને વાયુ કરતાં પણ લઘુ (હલકું) કરવાની શક્તિ, ૩. ગરિમા-શરીરને વજ્રથકી પણ અત્યંત ભારે કરવાની શક્તિ. ૪. પ્રાપ્તિ-ભૂમિએ રહ્યા છતાં અંગુલને મેરુના શિખરે પહોંચાડવાની શક્તિ. ૫. પ્રાકામ્ય-પાણીને વિષે પૃથ્વીની પેઠે અને પૃથ્વીમાં પાણીની પેઠે ગમનાદિ કરવાની શક્તિ. ૬. ઇશિત-ત્રૈલોક્ય ઋદ્ધિકરણ તથા ઈશ્વરાદિ ઋદ્ધિ વિકુર્વણશક્તિ. ૭. વશિતા-સર્વ જીવને વશ કરવાની શક્તિ. ૮. અપ્રતિઘાતતા-પર્વતમાં પણ પ્રવેશ કરવાની શક્તિ. વળી તે ઉપરાંત અંતર્ધ્યાન-અદૃશ્યકરણ, નાનારૂપકરણ ઇત્યાદિ અનેક ચમત્કારિક શક્તિ પ્રગટ થાય. (૩)
વિષયવિકારે ન ઇંદ્રિય જોડે, તે ઇહાં પ્રત્યાહારો રે,
કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. એ ગુણ. ।।૪।
અર્થ :- પાંચ ઇંદ્રિયોના શબ્દાદિ ત્રેવીશ વિષયના બસો બાવન વિકારોમાં ઇંદ્રિયોને જોડે નહીં, અર્થાત્ આસક્તિ ન કરે, તે રૂપ જે પ્રત્યાહાર ગુણ તે આ ષ્ટિમાં ઉપજે. તે પ્રાણીની જ્યોતિ માત્ર તત્ત્વરહસ્યને જ પ્રકાશ કરે, અર્થાત્ તે તત્ત્વજ્ઞાનને જ સારરૂપ માને અને સંસારના બીજા સર્વ ઉપાય પ્રપંચને અસાર માને. (૪)
શીતળ ચંદનથી પણ ઉપયો, અગ્નિ દહે જેમ વનને રે,
ધર્મજનિત પણ ભોગ ઇહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. એ ગુણ. પી
યોગદષ્ટિસંગ્રહ
અર્થ :- તે ઉપર દૃષ્ટાંત કહે છે. જેમ બાવનાચંદન અત્યંત શીતળ
છતાં તેમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ પણ વનના સર્વ વૃક્ષને બાળે છે તેમ ન્યાયસંપન્ન વૈભવથી તથા એકપત્નીવ્રતાદિકથી ગૃહસ્થધર્મની સેવના કરે છે, તો પણ તે પ્રાણીને તે ભોગાદિકની સેવના મનમાં અનિષ્ટ લાગે, અવસરે પ્રાપ્ત થતો ભોગાદિકનો ત્યાગ કરવામાં તે લેશમાત્ર વાર લગાડે નહીં, ગૃહસ્થાવાસને પાશ સમાન માને. (૫)
૨૦૦
અંશ હોય ઇહાં અવિનાશી, પુદ્ગલ જાળી તમાસી રે,
ચિદાનંદ ઘન સુયશ વિલાસી, કેમ હોય જગનો આશી રે. એ ગુણ. IIFI
અર્થ :- આ ષ્ટિમાં અંશે-થોડે ભાગે અવિનાશી થાય. જેમ જેમ આશ્રવના હેતુ ન્યૂન થાય તેમ તેમ આત્મા નિરાવરણી થાય. પુદ્ગલની સર્વ રચનાને બાજીગરની બાજી જેવી જાણે. તે પ્રાણી જ્ઞાનનો જે આનંદ તેના સમૂહને પ્રાપ્ત કરાવનારો ઉત્તમ યશ તેના વિલાસમાં રમણ કરનારો થાય, અને તેથી ત્રણ ભુવનરૂપ જગતમાં કોઈપણ વસ્તુની તેને આશા ન હોય, માત્ર સહજ સ્વરૂપનો વિલાસી હોય. (૬)
(દર્શનમોહનીયના ક્ષયોપશમે વા ઉપશમે આ દૃષ્ટિ હોય.) ઇતિ થિરા દૃષ્ટિની સજ્ઝાય