________________
છઠ્ઠી કાંતા દૃષ્ટિની સઝાય
(ભોલીડા હંસા રે વિષય ન રાચીએ-એ દેશી) અચપલ રોગ રહિત નિષ્ફર નહિ, અલ્પ હોય દોય નીતિ, ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા, સુસ્વર પ્રમુખ પ્રવૃત્તિ.
ધન ધન શાસન શ્રી જિનવરતણું ||૧|| અર્થ :- વળી તે પ્રાણી ઇંદ્રિયાર્થના ચપળપણા રહિત હોય, સમ્યક્તથી તેનું ચિત્ત સ્થિર હોય,
વળી રોગ રહિત શરીર હોય, તેનું હૃદય કઠણ ન હોય પરંતુ કોમળ હોય, શરીરમાં લઘુનીતિ તથા વડીનીતિ બંને અલ્પ હોય, શરીરનો મેલ સુગંધી હોય, શરીરની કાન્તિ પણ સુંદર હોય, વચન પણ પ્રસન્નતાવાળાં હોય, મધુર સ્વર હોય. એ પ્રમાણે આ દૃષ્ટિમાં પ્રવર્તન હોય. એવું શ્રી વીતરાગનું શાસનઆજ્ઞારૂપ પ્રવચન ધન્ય-પ્રશંસનીય છે. (૧)
ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિક યુત ચિત્ત, લાભ ઇષ્ટનો રે લંક અધૃષ્ટતા, જિનપ્રિયતા હોય નિત્ય. ધન. //રા.
અર્થ :- આગલે કાળે યોગથી પૈર્યતાનો ગુણ વિશેષ રીતે પ્રગટે. જેમ અપ્રમત્તતા વધે તેમ યોગ પ્રાપ્ત થાય.
૧. મૈત્રી, ૨. પ્રમોદ, ૩. કારુણ્ય, ૪. માધ્યશ્ય આ ચાર ભાવનાયુક્ત ચિત્ત થાય. ઇષ્ટ જે જ્ઞાનાદિ તેનો લાભ થાય. તંદ્ર અવૃષ્યતાએકત્વપણું, અસહાયીપણું વાંછે, જનપ્રિય-નિરંતર લોકપ્રિયપણું હોય. મૈત્રી પ્રમુખ ચારભાવના ધર્મધ્યાનની પુષ્ટિ કરે તે અહીં હોય.
૨૦૨
યોગદૈષ્ટિસંગ્રહ યદ્યપિ ધ્યાનની એકાગ્રતા મુહૂર્તમાત્ર હોય છે, પરંતુ ધ્યાનની ભાવના બહુ કાળ સુધી રહે છે. વળી બહુ કાળ સુધી જ્ઞાનનું ચિતવન તે પણ ધર્મધ્યાન કહેવાય છે અને મંત્રી પ્રમુખ ભાવના તે ધર્મધ્યાનનું રસાયણ છે. જે રસાયણથી જર્જરિત શરીર દેઢ થાય તેમ ભાવનારૂપ રસાયણમાં ધ્યાન દેઢ થાય. ભાવનાનું વિશેષ સ્વરૂપ ભવભાવના, યોગશાસ્ત્ર પ્રમુખ ગ્રંથોથી જાણવું. (૨)
નાશ દોષનો રે તૃપતિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ, નાશ વયરની રે બુદ્ધિ ઋતંભરા, એ નિષ્પન્નહ યોગ. ધન. /all
અર્થ :- ક્ષુદ્રાદિ આઠ દોષનો તથા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મદ, હર્ષતેનો નાશ કરે, વળી અતત્ત્વબુદ્ધિને તજવાથી પ્રષ્ટિ રુચિમાર્ગે તત્ત્વશ્રદ્ધાનાદિકમાં તૃપ્તિ પામે, કૃતાપરાધ જન ઉપર પણ ક્રોધની મંદતા હોય અને તેનું પ્રતિકૂળ ન ચિંતવે, સમતાભાવ હોય, તત્ત્વમાર્ગરૂપ ધર્મવ્યાપારનો સંયોગ હોય, વૈરવિરોધનો નાશ કરનાર હોય, પાપપ્રવૃત્તિ થઈ જતાં પશ્ચાત્તાપ કરે, તેની બુદ્ધિ એવી હોય કે શતંભરા-સેંકડો મનુષ્યોની આજીવિકાને લાભકારી થાય, ઇત્યાદિ યોગ આઠ દોષ જવાથી સ્વાભાવિક રીતે ઉપજે. (૩)
ચિહ્ન યોગના રે જે પરગ્રંથમાં, યોગાચારય દિ, પંચમ દૃષ્ટિથકી સવિ જોડીએ, એહવા તેહ ગરિ. ધન. //૪||
અર્થ :- યોગનાં ચિન-લક્ષણો બ્રહ્મચર્યાદિ, કૃતપ્રતિજ્ઞાનિર્વાહ, અપાયનિરાકરણાદિ જે પાતંજલાદિ યોગાચાર્યે સર્વાગે કહ્યા છે તે સર્વ પંચમ દૃષ્ટિથી હોય, અર્થાત્ પૂર્વની ચાર દૃષ્ટિથી અધિક ગુણોયુક્ત ગરિષ્ટ (શ્રેષ્ઠ) બુદ્ધિ હોય તે જ કારણથી મોહનો ક્ષયોપશમ જે ગ્રંથિ ભેદ તે અહીં ચોક્કસ કહ્યો છે.
(૪)
છઠ્ઠી દિઠ્ઠી રે હવે કાંતા કહું, તિહાં તારાભ-પ્રકાશ, તત્ત્વમીમાંસા રે દેઢ હોયે ધારણા, નહીં અન્ય શ્રતવાસ. ધન. / પી.
અર્થ :- હવે છઠ્ઠી કાંતા નામની દૃષ્ટિ કહીએ છીએ. આ દૃષ્ટિમાં આકાશના તારા સરખો તત્ત્વજ્ઞાનનો પ્રકાશ હોય. જેમ તારાના પ્રકાશનો અભાવ થતો નથી તેમ તે જ્ઞાનનો અભાવ થતો નથી. તત્ત્વની જ વિચારણા