________________
આઠમી પરા દૃષ્ટિની સજ્ઝાય
(તુજ સામે નહિ બોલું મારા વહાલા-એ દેશી)
દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણું જી, આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બોધ વખાણું જી; નિરતિચાર પદ એહમાં યોગી, કહીએ નહીં અતિચારી જી, આરોહે આરૂઢે ગિરિને, તેમ એહની ગતિ ન્યારી. ૧
અર્થ :- ભવ્ય જીવનો આત્મસ્વભાવ જ્યાં અક્ષયપણે વર્તે છે એવી આઠમી દૃષ્ટિ સાર-પ્રધાન આત્મસમાધિરૂપ છે. તેનું નામ પરા છે. આ ષ્ટિમાં પોતાના આત્મસ્વભાવમાં પૂર્ણ પ્રવર્તન હોય. વળી બોધપ્રકાશ સંપૂર્ણ ચંદ્રમા સરખો નિર્મળ પ્રશાંતવાહિતાદિ ગુણયુક્ત હોય આ દૃષ્ટિમાં પ્રવર્તતો યોગી નિરતિચારપદે પ્રવર્તે, કોઈપણ વખત અતિચારપદમાં વર્તે નહીં. ૧. અતિક્રમ, ૨. વ્યતિક્રમ, ૩. અતિચાર આવા ત્રણે દોષના પ્રકારમાં આવે નહીં, તો પછી
અનાચારની પ્રવૃત્તિ તો હોય જ ક્યાંથી ? જેમ મુનિરાજ ઉપશમ કે ક્ષપકશ્રેણીરૂપ ગિરિપર્વત ઉપર આરોહે-ચઢે, તેમ અહીં પરિણામધારાએ આત્માનાં પંડિતવીર્યના વિલાસે તે પણ ગુણશ્રેણીને આરૂઢે આરોહે, માટે તેની ગતિ ભવગતિથી ન્યારી હોય. (૧)
ચંદન ગંધ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવેષે જી, આસંગે વર્જિત વળી એહમાં, કિરિયા નિજગુણ લેખે જી; શિક્ષાથી જેમ રતન નિયોજન, દષ્ટિ ભિન્ન તેમ એહો જી, તાસ નિયોગે કરણ અપૂર્વે, લહે મુનિ કેવલગેહો જી. ૨ અર્થ :- વળી શરીરાદિકનો ગંધ ચંદન સમાન સહજથી હોય, તેમ
૨૦૮
યોગદૃષ્ટિસંગ્રહ
વચન પણ સહજથી ચંદન સમાન શીતળ હોય, ક્ષમાદિક ધર્મ પણ સહજથી હોય. વળી તેવી વાસના સહજથી હોય બીજા કોઈ દ્રવ્યની અપેક્ષા ન કરે, કેમકે જેને સહજથી ગુણ પ્રાપ્ત થયા હોય તે પરના ગુણની પ્રાપ્તિ વાંછે નહીં, વળી આ ષ્ટિમાં સંસારની આસંગતા ન હોય. સમિતિ ગુપ્તિ પ્રમુખ ભૂલોત્તર ગુણોનો અભ્યાસ હોય, તેથી સર્વ ક્રિયા આત્માના ગુણને માટે થાય. જે ક્રિયાને અનુસરતો હોય તે ક્રિયા એવી હોય કે જે અક્રિય ગૌણને સાધે. જેમ ક્ષારાદિ શતપુટાદિ શિક્ષાના યોગે રત્નની જાતિને તાદશસ્થાને જોડીએ. રત્નની તો એક જ જાતિ છે, પરંતુ જેમ જેમ પુટ દેતા જઈએ તેમ તેમ જોવાવાળાની દૃષ્ટિમાં ભિન્ન ભિન્ન તે રત્ન દેખાય, તેમ આ દૃષ્ટિમાં ભિન્ન દૃષ્ટિવંત હોય, કેમકે છદ્મસ્થનું, જ્ઞાન એક સરખું ન હોય, તેથી તે કારણથી આ દૃષ્ટાંત છે તે ધ્યાનમાં લેવું. તે પ્રમાણે અપૂર્વકરણાદિ ગુણસ્થાનકના કારણ સાધતા અનુક્રમે આ દૃષ્ટિમાં વર્તતા મુનિરાજ કેવલજ્ઞાનનું ગૃહ પામે. (૨)
ક્ષીણ દોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભોગી જી, પરઉપગાર કરી શિવસુખ તે, પામે યોગી અયોગી જી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિક્ષય, પૂરણ સર્વ સમીહા જી, સર્વ અરથયોગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહા જી. ૩
અર્થ :- આ દૃષ્ટિવંત પ્રાણી સર્વ દોષનો ક્ષય કરે, વળી તે મહામુનિરાજ સર્વજ્ઞ કેવલજ્ઞાનવંત થાય, સમસ્ત લબ્ધિના ફળના ભોગી થાય. ભવ્ય પ્રાણીઓને ચારિત્રધર્મ પમાડતાં તેઓને અત્યંત ઉપગારી થાય, પોતે મોક્ષસુખ પામે, સયોગી ગુણઠાણે વર્તી અયોગી ગુણઠાણે અયોગી પદ લઈ સિદ્ધિ પામે, સર્વ કર્મરૂપ શત્રુઓનો ક્ષય કરતાં રોગાદિ સર્વ વ્યાધિઓનો પણ નાશ ખરે. એ પ્રમાણે સર્વ સમીહા=વાંછાઓ પૂર્ણ થવાથી કેવળ આત્મસ્વરૂપ લીન થયા થકા એકરૂપતા પામે. સર્વ અર્થના યોગથી સંપૂર્ણ સુખે તૃપ્તિવંત રહે, તેથી નિરીહા-નિઃસ્પૃહપણે પ્રગટ થયા જે અનંત ગુણ તેનું અવ્યાબાધ સુખ વધતાં વધતાં પૂર્ણ આત્માનંદી થાય. (૩)
(ઉપસંહાર)
એ અહિંદિષ્ટ કહી સંક્ષેપે, યોગ શાસ્ત્ર સંકેતે જી, કુળયોગીને પ્રવૃત્તચક્ર જે, તેહ તણે હિત હેતે જી;