________________
૨૦૩
૨૦૪
યોગદૃષ્ટિસંગ્રહ ભોગતત્ત્વને રે એ ભય નવિ ટળે, જૂઠા જાણે ભોગ, તે એ દૃષ્ટિ રે ભવસાયર તરે, લહે વળી સુયશસંયોગ. ધન. IIલા
અર્થ :- જે સંસારના ભોગને તાત્ત્વિક જાણે તેને સંસારના ભય ટળે નહીં, એવો દેઢ નિશ્ચય થવાથી ઇંદ્રિયોના ભોગને જૂઠા-માઠા જાણે છે. એના સંસારના ભોગથી પ્રપંચ વદે છે પરંતુ મોક્ષપંથ મળતો નથી. એવું જે પ્રાણી જાણે છે તે પ્રાણી આ દૃષ્ટિમાં વર્તતો થકો ભવસમુદ્રનો પાર પામે, અર્થાત્ કર્મરહિત થઈ, સુયશ મેળવી આત્માનાં અક્ષય સુખના વિલાસનો સંયોગ પ્રાપ્ત કરે. (૯)
ઇતિ છઠ્ઠી કાંતા દૃષ્ટિ સઝાય
છઠ્ઠી કાંતા દૃષ્ટિની સજઝાય હોય. તત્ત્વ ઉપર દેઢનિબિડ ધારણા હોય, મિથ્યાદેદિપ્રણીત શ્રુતશાસ્ત્રની લેશમાત્ર વાસના ન હોય. (૫)
મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત, તેમ શ્રતધર્મે રે એહમાં મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ધન. llll
અર્થ :- જેમ પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના વહાલા સ્વામી ઉપર, ઘરનાં બીજ સર્વ કામ કરતાં છતાં જોડાયેલું જ હોય, તેમ કાંતા દૃષ્ટિવાળો પ્રાણી જો કે સંસારમાં રહ્યો થકો સર્વ કાર્ય કરે, તો પણ તેનું મન અહેતુપ્રણીત ધર્મમાં જ જોડાયેલું હોય. સંસારનાં કાર્યો ઉપર આસક્તિ ન હોય અને તે સમ્યજ્ઞાનનો જ આક્ષેપક-આદરવાવાળો હોય. (૬)
એહવે જ્ઞાને રે વિઘન નિવારણે, ભોગ નહિ ભવહેત, નવી ગુણ દોષ રે વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત. ધન. ////
અર્થ :- એવા જ્ઞાનથી ધર્મના વિજ્ઞકારક કારણોનું નિવારણ કરે. વળી અભયકુમારની પેઠે પરને શાસન પ્રભાવનાદિ કારણો મેળવી આપે. આ દૃષ્ટિવાળો પ્રાણી યદ્યપિ ભોગાદિ ભોગવે છે. તથાપિ તે તેને સંસારના હેતુ થતાં નથી, કારણ કે તે પ્રાણીની નિરંતર એવી વિચારણા હોય છે કે સંસારના વિષયો સ્વરૂપે ગુણરૂપ નથી, તેમ દોષરૂપ પણ નથી. તે વિષયાદિકને વિષે મન જોડવું તે જ ગુણ અથવા અવગુણનું ક્ષેત્ર છે, એમ જાણી તેમાં મનને પરોવે જ નહીં. (૭)
માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડોલ, સાચું જાણી રે તે બીતો રહે, ન ચળે ડામાડોલ. ધન, પટા.
અર્થ :- તે પ્રાણી માયારૂપ પાણીના વિવિધ તરંગના વિલાસ દેખીને તેને માયાને ઉલ્લંધી જાય, અર્થાતુ તેમાં પ્રવેશ કરે નહીં. વળી સમ્યજ્ઞાન તથા શ્રદ્ધાને વતે પ્રાણી અડોલ હોવાથી ભવપ્રપંચમાં ફસાય નહીં, આત્મસ્વરૂપનું જ્ઞાન સાચું થવાથી ભવપ્રપંચથી વ્હીતો રહે. સંસારમાં અવિદ્યાના માયાયુક્ત પ્રપંચોથી ક્ષોભ પામે નહીં. અંબડ પરિવ્રાજક અને સુલતાનાં દૃષ્ટાંતની પેઠે ધર્મથી ચળે નહીં. (૮)