________________
ચોથી દીપ્રા દૃષ્ટિની સઝાય
૧૯૫ એક રાગથી ભક્તિ, બીજી દ્વેષથી ભક્તિ, તેવી સર્વ વિચિત્ર ભક્તિ સમજવી. કેવળ એક વીતરાગની ભક્તિ તે મુક્તિ નિમિત્ત હોય અને અચિત્રભક્તિ કહેવાય. (૧૫)
ઇઢિયાર્થગત બુદ્ધિ છે જી, જ્ઞાન છે આગમહેત,
અસંમોહ શુભ કૃતિ ગણે જી, તેણે ફળ ભેદ સંકેત. મન. /૧૬ll
અર્થ :- એ રીતે ભક્તિ બે પ્રકારની છે : તેના ફળ પણ અનેક તરેહનાં છે. જેમકે કોઈ પ્રાણીની બુદ્ધિ ઇંદ્રિયના વિષયોમાં જ પહોંચે છે અને કોઈની બુદ્ધિ જ્ઞાનપ્રાપ્તિ માટે આગમમાં પ્રવેશ કરવા નિમિત્તે થાય છે, કોઈને અસંમોહ પણ થાય છે અને તેથી તે શુભ કૃતિરૂપ ગુણો પ્રાપ્ત કરે છે. એવા અનેક પ્રકારે ફળભેદના પણ બહુ સંકેતો (પ્રકારો) છે. (૧૬).
આદર કિરિઆ રીત ઘણી જી, વિઘન ટળે મિલે લચ્છી, જિજ્ઞાસા બુદ્ધસેવના જી, શુભ કૃતિ ચિહ્ન પ્રત્યચ્છી મન. ll૧૭ી.
અર્થ :- શુભકૃતિ ગુણોનું સ્વરૂપ કહે છે. વિધિપૂર્વક ક્રિયામાં અત્યંત આદર પ્રીતિ ઉપજે, શુદ્ધ ક્રિયામાં અતિ ઉદ્યમ હોય હર્ષ પણ ઘણો હોય, તેવા વર્તનથી કર્યાવરણનાં વિનો ટળે અને અક્ષયભાવી મોક્ષરૂપ લક્ષ્મી મળે. વળી તત્ત્વજ્ઞાન જાણવાની જિજ્ઞાસા થાય, બુદ્ધ-જ્ઞાની પુરુષની ચરણની સેવના કરવાની ઇચ્છા થાય, ઇત્યાદિ શુભ કૃતિનાં ચિહ્નો પ્રત્યક્ષ જાણવાં. (૧૭)
૧૯૬
યોગદષ્ટિસંગ્રહ જ્ઞાનનું ફળ વિરતિ છે, વિરતિનું ફળ સંવરવાળો બોધ છે, સંવરનું ફળ પાપક્રિયાથી નિવૃત્ત થવું તે છે અને ક્રિયાથી નિવૃત્તિનું ફળ અયોગીપણું મોક્ષ છે. સંવરનો ઉદ્બોધ છે તે સાતમાથી તેરમાં ગુણઠાણા સુધી હોય છે. ક્રિયાનિવૃત્તિ તેરમાં ગુણઠાણા સુધી હોય છે. ક્રિયાનિવૃત્તિ તેરમાં ગુણઠાણાને અંતે યોગનિરોધરૂપ હોય છે. (૧૮)
પુદ્ગલરચના કારમી જી, તિહાં જસ ચિત્ત ન લીન,
એહ માર્ગ તે શિવતણો જી, ભેદ લહે જગ દીન, મન, //૧લી
અર્થ :- જયાં સમસ્ત પુદ્ગલ રચના કારમી એટલે નિર્માલ્ય જાણી, અર્થાત્ ભવનાટકને બાળકે કરેલા ધૂલિગ્રહ જેવું અસાર જાણી, તેમાં જેનું ચિત્ત લાગે નહિ અર્થાત તેમાં આસક્ત ન થાય તે જ એક મોક્ષનો માર્ગ છે. તે માર્ગમાં જે પ્રાણીભેદ માને તે પ્રાણી જગતમાં દીન-દુ:ખી જાણવો. (૧૯)
શિષ્યભણી જિનદેશના જી, કહે જનપરિણતિ ભિન્ન,
કહે મુનિની નવદેશના જી, પરમારથથી અભિન. મન. l/૨વણી
અર્થ :- વીતરાગની દેશના, ગણધર પ્રમુખ શિષ્ય તથા તીર્થસ્થાપનાદિ કાર્ય માટે હોય છે. તે દેશના સર્વ મનુષ્ય સાંભળે, પણ સાંભળનારાની પરિણતિ ભિન્ન ભિન્ન હોય. મુનિરાજની દેશના નયે નયે ભિન્ન ભિન્ન હોય અને દેશના આપનારની પરિણતિ પણ ભિન્ન ભિન્ન હોય, પરંતુ તેઓ સર્વ પરમાર્થે-ચાદ્વાદ મુદ્રાએ અભિન્ન (એક સ્વરૂપ) જાણવા. (૨૦)
શબ્દભેદ ઝઘડો કિસ્યો છે, પરમારથ જો એક, કહો ગંગા કહો સુરનદી જી, વસ્તુ ફરે નહીં છે. મન. //ર૧ી.
અર્થ :- શબ્દભેદમાં કાંઈ પણ ઝઘડો વિવાદ કરવા યોગ્ય નથી. જો પરમાર્થ એક હોય તો વાદ શેનો ? જેમ કોઈ ગંગાને ગંગા કહે, કોઈ સુરનદી કહે, કોઈ જાહ્નવી કહે, તેમ જુદાં જુદાં પર્યાય નામ દેવાથી વસ્તુમાં જરા પણ ફેર પડે નહીં. (૨૧)
ધર્મ ક્ષમાદિક પણ મિટે છે, પ્રગટે ધર્મસંન્યાસ, તો ઝઘડા ઝોટાતણો જી, મુનિને કવણ અભ્યાસ. મન. ll૨૨ા.
બુદ્ધિક્રિયા વિફળ દીયે જી, જ્ઞાનક્રિયા શિવઅંગ,
અસંમોહકિરિઆ દીયે જી, શીધ્ર મુગતિફલ ચંગ. મન. ll૧૮.
અર્થ :- તેનાં ફળ કહે છે. ઇંદ્રિયાર્થગત બુદ્ધિવાળી ક્રિયા ભવસંસારફળ આપે છે. જ્ઞાનક્રિયા મોક્ષનું અંગ છે. તે જ્ઞાનપૂર્વક અસંમોહ ક્રિયારૂપ ચારિત્ર શીધ્ર-તત્કાળ ચંગ એટલે મનોહર મુક્તિના ફળ આપે છે. કહ્યું છે કે :
यतः ज्ञानस्य फलं विरतिविरतिफलं संवरोदबोधः ।
संवरफलं क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् ॥१॥