________________
પ્રથમ મિત્રા દૃષ્ટિની સઝાય
૧૮૩ કાર્ય જેવા કે દાન, દયા, દેવગુરુની ભક્તિ ઇત્યાદિમાં ખેદ વા આળશ ન થાય. વળી બીજા દર્શનીઓના તથા પ્રકારના ભાવો દેખીને દ્વેષ ન ઉપજે. એ પ્રમાણે સત્ પ્રવૃત્તિના ગુણ, અસત્ પ્રવૃત્તિનું નિવારણ કરવાથી પ્રગટે.
૧. પાંચ મહાવ્રત એ પાંચ યમ, ૨. શૌચ સંતોષાદિ પાંચ નિયમ, ૩. યોગાસન, પદ્માસન ઇત્યાદિ આસન, ૪. પવનનું રંધન તે પ્રાણાયામ, ૫. ઇંદ્રિયોને વિષયોમાં ન પ્રવર્તાવવી તે પ્રત્યાહાર ૬. શુદ્ધ વસ્તુનો યથાર્થ નિરધાર તે ધારણા, ૭. ધ્યેયનું ચિંતવન તે ધ્યાન, ૭. ધ્યેયનનો તન્મયપણે અનુભવ તે સમાધિ. એ અષ્ટાંગ યોગ પ્રવૃત્તિ જાણવી.
વળી બીજી પણ અષ્ટાંગ યોગ પ્રવૃત્તિ છે. ૧. અદ્વેષ, ૨. જિજ્ઞાસા, ૩. શુશ્રષા, ૪. શ્રવણ, ૫. બોધ, ૬. મીમાંસા, ૭. પરિશુદ્ધિ, ૮, અપ્રતિપાતિ પ્રતિપત્તિ ઇત્યાદિ. (૭)
યોગનાં બીજ ઇહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે,
ભાવાચારજ સેવના, ભવઉગ સુઠામો રે. વીર. ૮
અર્થ :-યોગના બીજ આ દૃષ્ટિમાં ગ્રહણ કરે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપે જિનેશ્વરને શુદ્ધ પ્રણામ કરે. સૂત્રોક્ત પ્રવૃત્તિઓ પ્રવર્તનારા, પંચાચારને યથાર્થ પાળનારા અને શુદ્ધ ભાષક એવા ભાવાચાર્યની સેવના કરે અને ભવોઢંગ સંસારથી ઉદાસીનતા તે જ મોક્ષપ્રાપ્તિ કરાવનાર છે એમ જાણે. (૮).
૧૮૪
યોગદૈષ્ટિસંગ્રહ લેખન પૂજન આપવું, શ્રુતવાચના ઉદ્ગ્રાહો રે,
ભાવવિસ્તાર સઝાયથી, ચિંતન ભાવન ચાહો રે. વીર. ૧૦
અર્થ :- સિદ્ધાંત લખાવવામાં તથા વીતરાગનાં બિબોના પૂજનમાં દ્રવ્યાદિ સામગ્રી આપવામાં સાવધાન હોય. વળી સન્માર્ગપ્રરૂપક સિદ્ધાંતની વાચના આપનારનો ઉગ્રાહી-તેનો યોગ મેળવવા ઉદ્યમ કરે, વળી સ્વાધ્યાય તે વાંચના પ્રમુખ પાંચ પ્રકારની કરે, ભાવ વિસ્તાર-ભાવ આસ્થાદિકનાં કારણો વધારે અને તેના ચિંતવનની તથા ભાવનાની ચાહના કરે. (૧૦)
બીજ કથા ભલી સાંભળી, રોમાંચિત હુવે દેહ રે,
એહ અવંચકયોગથી, લહીએ ધરમસનેહ રે. વીર. ૧૧
અર્થ :- સંવેગભાવની યથાસ્થિતતા, શમ, સંવેગ, સત્યવૃત્તિલક્ષણરૂપ શ્રદ્ધા, નિઃસ્વાર્થ પરોપકારીકરણ, દુ:ખિતાનુકંપા, સલ્ફીલાનુચરણ, ઔદાર્ય, બૈર્ય, ગાંભીર્ય પ્રમુખ તથા બીજકથા એટલે યોગકથા શ્રવણ કરીને હર્ષોત્કર્ષયુક્ત રોમાંચિત શરીરવાળો થાય. એવા પ્રશસ્ત બાહ્ય સંયોગ મળવાથી, સદભ્યાસ કરવા કરાવવાનાં સાધન મળવાથી યોગનું અવંચકપણે તેને પ્રાપ્ત થાય. તેથી તે પ્રાણી વિષક્રિયા વાંછે નહીં, ક્રિયા નિષ્ફળ કરે નહીં તે અવંચક યોગ સમજવો. તે અવંચક યોગ પામીને પરમોત્કૃષ્ટ ધર્મસ્નેહ પામે. મનમાં એમ વિચારે કે આ લાભ અત્યંત દુષ્કરપણે પામ્યો છું. (૧૧)
સદ્દગુરુ યોગે વંદન ક્રિયા, તેહથી ફળ હોય જેહો રે, યોગ ક્રિયા ફળ ભેદથી, ત્રિવિધ અવંચક એહો રે. વીર. ૧૨.
અર્થ :-ઉત્તમ ગુરુનો યોગ પામીને વંદનક્રિયા વ્યવહાર વિધિપૂર્વક સાચવે, તેથી જે ફળ થાય તે આ પ્રમાણે છે. મનને વિશુદ્ધપણે પ્રવર્તાવવું તે યોગઅવંચક કહીએ તથા વચન અને કાયાને નિરવદ્યપણે પ્રવર્તાવવા તે ક્રિયાઅવંચક કહીએ. આ ત્રણ પ્રકારના અવંચક યોગ તે પ્રાણીને હોય. યદ્યપિ આ ત્રણ અવંચક યોગ સાધુને ઉદ્દેશીને હોય, પરંતુ શુદ્ધ સામાયિકે તથા અમત્સરયુક્ત ભાવસમાધિપણે દ્રવ્યથી એ અહીં હોય છે. (૧૨)
ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે, તેમ ભવિ સહજ ગુણે હોય, ઉત્તમ નિમિત્ત સંયોગી રે. વીર. ૧૩
દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે,
આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વીર. ૯
અર્થ :- ગ્રંથિભેદ વિના ભાવ અભિગ્રહ હોય નહીં, તેથી અહીં દ્રવ્ય અભિગ્રહ હર્ષથી પાળે. અર્થાત્ ઔષધ, વસ્ત્ર, પાત્રપ્રમુખ મુનિને દેવાના અભિગ્રહ કરે અને આદરસત્કાર સહિત આગમવિધિને અનુસાર સાધુમુનિરાજને ઉચિત હોય તે આપે તથા બહુમાનપૂર્વક પુસ્તક લખવા પ્રમુખ ઉદ્યમ કરે. (૯).