Book Title: Yogadrushti Sangraha
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 100
________________ ત્રીજી બલા દૃષ્ટિની સઝાય દ્વિતીય તારાદેષ્ટિની સજઝાય ૧૮૭ એહ દૃષ્ટિ હોય વરતતાં //મ.// યોગ કથા બહુ પ્રેમ //મ.. અનુચિત તેહ ન આચરે //મ.// વાળ્યો વળે જેમ તેમ //મ.llall અર્થ:- આ દૃષ્ટિમાં વર્તતો પ્રાણી અષ્ટાંગ યોગાદિકની કથામાં બહુ પ્રેમ, ધારણ કરે. યોગશુદ્ધિ, ક્રિયાશુદ્ધિમાં પ્રવર્તી ફળશુદ્ધિ કરે. અર્થાત્ જે થકી પરલોક સંબંધી અહિત થાય તેવું અનુચિત કર્મ કરે નહીં. વળી તેને કોઈ હિતશિખામણ કહે તેની સાથે સુવર્ણ જેમ વાળ્યું વળે તેની પેઠે સરળતા રાખે. (૩) વિનય અધિક ગુણનો કરે //મ.II દેખે નિજગુણ હાણ //મ.ll ત્રાસ ધરે ભવભય થકી //મ./ ભવ માને દુ:ખખામ //મ.ll૪l. અર્થ :- પોતાથી અધિક ગુણવંતનો વિનય કરે અને પોતે વિશેષ ગુણી છતાં પોતામાં ન્યૂનતા ભવે, અર્થાત્ અહંકૃતિ વા નિજ ઉત્કર્ષ ન કરે. વળી ચતુર્ગતિરૂપ સંસારને દુઃખની ખાણ દેખીને તેના ભયથી ત્રાસ પામે કહ્યું છે કે : यतः-जम्मदुक्खं जरादुक्खं, रोगाणि मरणाणि य । अहो दुक्खं हु संसारो, जत्थ किस्संति जंतुणो ॥१॥ અર્થ :- આ સંસારમાં જન્મનું દુ:ખ, વૃદ્ધાવસ્થાનું દુઃખ, અનેક રોગો અને ભવભવમાં મરણો રહેલા છે. એવો આ સંસાર દુ:ખમય છે કે જેમાં પ્રાણી-જંતુ અનેક પ્રકારના ક્લેશો પામે છે. (૪) શાસ્ત્ર ઘણાં મતિ થોડલી મ.II શિષ્ટ કહે તે પ્રમાણ //મ. સુયશ લહે એ ભાવથી //મ. ન કરે જૂઠ ડફાણ //મ.પી. અર્થ :- શાસ ઘણાં છે અને પોતાની મતિ-બુદ્ધિ અલ્પ છે, માટે શિષ્ટ મહાનું ગુરુ કહે તે વચન પ્રમાણ કરે. સમ્યગુ રીતે મન વચન કાયાએ, કરણ કરાવણ અનુમતિરૂપે નિર્વિકારીપણું હોય તે પ્રમાણે વિશિષ્ટ ભાવના ભાવતો થકો સુયશ નિર્મળ કીર્તિ પામે. તે અછતા ગુણોનો જુઠો-અસત્ય ડફાણ= આડંબર કરે નહીં. શુભયોગકથામાં પ્રીતિ રાખે. (૫) ઇતિ દ્વિતીય તારા દૈષ્ટિ સજઝાય (પ્રથમ ગોવાલતણે ભવે જી-એ દેશી) ત્રીજી દૈષ્ટિ બલા કહી જી, કાષ્ઠ અગ્નિસમ બોધ, ક્ષેપ નહી આસન સધે જી, શ્રવણ સમીહા સોધ રે. જિનજી ! ધન ધન તુજ ઉપદેશ /૧|| અર્થ :- હવે બલા નામની ત્રીજી દૃષ્ટિ વર્ણવે છે. આ દૃષ્ટિમાં સુખાસને બેઠેલાનું જેમ સ્થિર ચિત્ત હોય. દેવવંદન, ગુરુવંદન, આવશ્યકાદિ કાર્ય અનુકૂળ-પણે કરે, યદ્યપિ મિથ્યાદર્શન છે તો પણ મિથ્યાત્વની બહુ જ મંદતા હોય. અર્થાતુ મિથ્યાત્વીઓના ભ્રાન્તિરૂપ ચમત્કારિક જ્ઞાન દેખીને ચપલ પરિણામ-વાળો ન થાય. આ દૃષ્ટિમાં શાસંશ્રવણથી કાઠના અગ્નિ સરખો દેઢ બોધ હોય. વળી ક્રિયાઓનું અન્યોઅન્ય મિશ્રણ કરવું તે ક્ષેપદોષ કહેવાય છે તેવો શેપદોષ ન હોય. પર્યકાસનાદિ યોગાસનને સાધ, સિદ્ધાંત શ્રવણ કરવાની સમીહા એટલે તીવ્ર ઇચ્છા કરે અને તેવી ઇચ્છાને સોધ એટલે સાધે. હે જિનજી ! તમારા ઉપદેશને ધન્ય છે, એવો પરમાત્માનો સત્કાર કરે અને પોતાના આત્માને ધન્ય માને. (૧) તરુણ સુખી સ્ત્રી પરિવર્યો છે, જેમ ચાહે સુરગીત, સાંભળવા તેમ તત્ત્વને જી, એ દૃષ્ટિ સુવિનીત રે. જિન ! ધન. ૨. અર્થ :- જેમ કોઈ તરુણ-યુવાન પુરુષ ધનાઢ્ય ને સુખી હોય, વળી સુંદર સ્ત્રીએ યુક્ત હોય, તે જેમ દેવગાંધર્વના ગીત-ગાન શ્રવણ કરવાની

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131