Book Title: Yogadrushti Sangraha
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 99
________________ પ્રથમ મિત્રા દૃષ્ટિની સજ્ઝાય ૧૮૫ અર્થ :- જેમ ચકોર પછી ચંદ્રની ચાહના કરે અને જેમ ભ્રમર માલતીનાં પુષ્પનો ભોગી હોય તેમ આ ભવ્ય પ્રાણીને યદ્યપિ મોહનો ક્ષયોપશમ નથી, તથાપિ ઉત્તમ શ્રેષ્ઠ જે શુભ નિમિત્તો તેનો સંગી થાય. એવો સહજ ગુણ હોય. (૧૩) એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર્તે રે, સાધુને સિદ્ધદશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે રે. વીર. ૧૪ અર્થ :- એવા અવચંક યોગ જ્યારે ચરમ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી રહે ત્યારે ઉપજે. તે પણ કેટલાએક પ્રાણી જે ક્રિયાયોગી હોય તેઓને હોય, અને સાધુઓને તો સિદ્ધ અવસ્થા સમાન પરમાનંદ આપનાર હોય. આ મિત્રા દૃષ્ટિમાં વર્તતા પ્રાણીને, બીજ જે યોગના અંગ સમતા, ઔદાર્ય પ્રમુખ તે ગ્રહણ કરવાને પ્રયત્નવાળું ચિત્ત આ દૃષ્ટિમાં હોય. (૧૪) કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે, મુખ્યપણે તે ઇહાં હોયે, સુયવિલાસનું ટાણું રે. વીર. ૧૫ અર્થ :- અહીં અપૂર્વકરણના નિકટના-સમીપપણાથી સ્થિતિ તથા રસમાં મંદપણે મિથ્યાત્વ ગુણઠાણે તે પ્રવર્તે. વળી શિવરાજ રાજર્ષિ પ્રમુખની પૂર્વે જે દશા હતી તેવી મુખ્યપણે અહીં હોય. વળી તે ઉત્તમ યશના વિલાસનું સ્થાનક હોય. સારાંશ કે અભવ્ય, દુર્ભાવ્ય, બહુ પુદ્ગલપરાવર્તનવાળા, શઠ, હઠકદાગ્રહી, અત્યંત અભિનિવેશી, ગુરુ આશાતનાવાળાને આ દિષ્ટ ન હોય. (૧૫) ઇતિ પ્રથમ મિત્રા દૃષ્ટિ સજ્ઝાય દ્વિતીય તારાદૃષ્ટિની સજ્ઝાય (મન મોહન મેરે-એ દેશી.) દર્શન તારા દૃષ્ટિમાં મનમોહન મેરે, ગોમય અગ્નિ સમાન મ. શૌચ સંતોષ ને તપ ભલું IIમ.॥ સજ્ઝાય ઈશ્વરધ્યાન ||મ.||૧|| અર્થ :- હવે તારાષ્ટિનો વિચાર કહે છે. મિત્રાદષ્ટિ કરતાં તારાદષ્ટિમાં મિથ્યાત્વ કેવું મંદ હોય તથા કેવો બોધ હોય તે કહે છે. મિથ્યાત્વ વિશેષ મંદ હોય અને બોધ ગોમય-છાણના અગ્નિ સમાન હોય. જેમ છાણાનો અગ્નિ ધીમે ધીમે વધે તેમ બોધ વધતો જાય, અર્થાત્ કાંઈક કાર્યસાધક થાય. તેથી શૌચ એટલે મન નિર્મળ રહે. સંતોષઃ પ્રાપ્તવસ્તુથી વિશેષ તૃષ્ણા ન રાખે. તપઃ ઇચ્છાનું રુંધન કરે. સઝાયઃ શ્રુતઅધ્યયન પ્રમુખ કરે. ઈશ્વરધ્યાનઃ પરમાત્માનું ધ્યાન કરે. આત્મહિત ચિંતવે અને વિચારે કે રખે અકાર્ય સેવીશ તો દુર્ગતિ પામીશ. (૧) નિયમ પંચ ઇહાં સંપજે મ.|| નહીં કરિઆ ઉદ્વેગ IIમ.I જિજ્ઞાસા ગુણતત્ત્વની II.।। પણ નહીં નિજ હઠ ટેગ IIમ॥૨॥ અર્થ :-આ દૃષ્ટિમાં પૂર્વોક્ત પાંચ નિયમ ઉપજે, મોટી ક્રિયામાં અખેદપણે પ્રવર્તે, અર્થાત્ પરલોક હિતાર્થે કામ કરતાં ઉદ્વેગ ન પામે. વળી ગુણતત્ત્વ-શુદ્ધ ગુણતત્ત્વ સંબંધીને જિજ્ઞાસા ચાહના હોય, તથા કરણ, કરાવણ, અનુમોદનરૂપ નિર્વિકા૨પણું હોય, પરંતુ પોતાના હઠ કદાગ્રહનો ટેક વિશેષ ન જ હોય. (૨)

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131