________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાક લોકો અશ્વોપર ચઢીને જતા હોય, કેટલાક હાથી ઉપર ચઢીને જતા હોય, કેટલાક આગગાડીમાં બેસીને જતા હોય, કેટલાક હવાઈ વિમાનમાં બેસીને જતા હોય, કેટલાક પગે ચાલીને જતા હોય, કેટલાક મનુષ્યના ખભા પર બેસીને જતા હોય, કેટલાંક નાનાં બાળકો હળવે હળવે ચાલીને જતાં હેય, કેટલાક રમત કરતા કરતા જતા હોય, તેમ કેટલાક મેરૂ પર્વતપર દક્ષિણ દિશાથી ચઢવા આવતા હોય, કેટલાક ઉત્તરદિશામાંથી ચઢવા આવતા હોય, કેટલાક પૂર્વદિશામાંથી આવીને ચઢતા હોય, કેટલાક પશ્ચિમદિશામાંથી આવીને ચઢતા હોય, કેટલાક વિદિશાઓમાંથી આવીને ચઢતા હોય, કેટલાક કમંડલુ ધારણ કરીને તે તરફ આવવા ગમન કરતા હોય, કેટલાક નગ્ન થઈને તે તરફ પ્રયાણ કરતા હોય, તથા કેટલીક સ્ત્રીઓ મેરૂપર્વત તરફ આવવા નીકળી હોય, કેટલાક પુરૂષ તે તરફ આવવા નીકન્યા હોય, કેટલાંક બાળકો પણ ત્યાં આવવા નીકળ્યાં હોય, તે પ્રમાણે ગમે તે દેશના અને ગમે તે જાતિના મનુષ્યો અને પશુ પંખીઓ પણ મેરૂ પર્વત તરફ આવવા નીકળ્યાં હોય, તેમાંથી કેટલાક સડકના રસ્તે થઈને મેરૂ પર્વત તરફ પ્રયાણ કરતા હોય, કેટલાક નદીનાળાંના રસ્તે થઈને આવવા નીકળ્યા હોય, કેટલાક રાજમાર્ગે ચાલીને મેરૂપર્વત પર ચઢવા ઈચ્છતા હોય, કેટલાક પગશેરીઓના માર્ગે થઈ મેરૂપર્વત તરફ ચઢવાનો પ્રયત્ન કરતા હોય, કેટલાક મેરૂ પર્વત તરફ આવતાં રસ્તામાં ઉઘી ઉથીને આવતા હોય, કેટલાક થાક ખાઇને આવતા હોય, તેમાં કેટલાક મેરૂપર્વતથી હાર ગાઉ દૂર હોય, કેટલાક સો ગાઉ દૂર હોય, કેટલાક પચ્ચીશ ગાઉ દૂર હોય, કેટલાક પાંચ ગાઉ દૂર હૈય, કેટલાક ઠેઠ પાસે આવી પહોંચ્યા હૈય, કેટલાક મેરૂપર્વત પર ચઢવાને એક વર્ષની વારવાળા હોય, કેટલાક છ મહીનામાં આવી પહોંચવાના હોય, કેટલાક ચાર માસમાં, કેટલાક મહીનામાં, કેટલાક દશ દીવસમાં, કેટલાક પાંચ દિવસમાં અને કેટલાક એક દીવસમાં મેરૂ પર્વત પર આવી પહોંચવાના હોય પણ, ઉપર્યુક્ત સર્વ મનુષ્યનું તથા પશુપંખીઓનું સાધ્યબિન્દુ તો મેરૂ પર્વત પર પહોંચવાનું છે, તે પ્રમાણે દેશ, કાળ, અધિકાર, અને આસન્ન, આદિ ભેદોથી ભેદવાળા ધર્મ મનુષ્યોનું પણ સાધ્યબિન્દુ પરમાત્મપદ પ્રાપ્ત કરવાનું હોય છે.
મેરૂ પર્વતના દ્રષ્ટાંતની પેઠે પરમાત્મપદ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓ પણ, પરમાત્મપદરૂપ મેરૂ પર્વત પ્રતિ, દેશ, કાલ, ધર્મસામગ્રી; આત્મબળ, અધિકાર અને સ્વઘ્રષ્ટિથી પ્રયાણ કરે છે, જેમાં સમ્યકત્વ પ્રાપ્ત કરીને જે રેલગાડી અને હવાઈ વિમાનના જેવા ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકરૂપ યોગધર્મને અવલંબીને આગળ ચાલ્યા જ કરે છે, તે વહેલા પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. મેરૂ પર્વત પ્રતિ જવામાં દિશાભેદ, કાલભેદ અને માર્ગ જેમ મેરૂ
For Private And Personal Use Only