Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 166
________________ What is Life ? Life is a Book Read it જીવન તમારું હોય કે મારું . એ છે એક પુસ્તક ! અલબત્, વાંચવાની આવડત જોઈએ ! પુસ્તકોનાં પાનાં વચ્ચે કીડા બનીને ઘૂમનારા ઘણા લોકો જીવન - કિતાબને વાચવામાં નિષ્ફળ નીવડે છે ! જિંદગીનું પુસ્તક વાંચવા માટે ભીતરની આંખો ઉઘાડી જોઈએ ! એક એક દિવસ આ કિતાબના પૃષ્ઠો છે. અકોર્સ - કોઈક પૃષ્ઠ પર ક્યારેક કોઈ શાહી વગેરેનો ધબ્બો પણ લાગેલો હોઈ શકે. પણ એનાથી કંઈ પુસ્તક આખાને ફેંકી ન દેવાય ! જીવનમાં કદાચ એકાદ ભૂલનો દાગ લાગી ગયો હોય એટલા માત્રથી જીવનનો તિરસ્કાર ના કરી શકાય ! ન એક વાત કહી દઉં દોસ્ત કે....બીજાનું જીવનપુસ્તક વાંચવાનું મન થાય ત્યારે માત્ર એનું ઉપરનું કવર પેજ જોઈને મોહી ના પડતા....અંદરના પાનાઓ પરપથરાયેલા વ્યક્તિત્વને પણ જોવાનો પ્રયત્ન કરજો, નહીંતર પછી પેલી ફ્રેન્ચ લેખિકાએ કહ્યું તેમ ‘ઘણા માણસો પરણે છે ‘પ્લેબૉય’ ના કવર પેજ જેવી છોકરીને અને ઈચ્છે છે કે એ બાયબલના જેવી ટકાઊ હોય !' થશે ! " हर एक चेहरा यहां खुल्ली किताब है दिलों का हाल किताबों में क्या ढूंढते हो ?" વિચાર પંખી ૧૬૧ Jain Education International For Private & Personal Use Only mbrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194