Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 174
________________ What is Life ? Life is a Challenge meet it જીવન એક પડકાર છે... ‘ચેલેંજ’ છે! પડકાર ઝીલી લેવાની ક્ષમતા કેળવવાની છે. જે લોકોજિંદગીને પડકાર નથી માનતા... એઓનું જીવન શુષ્ક અને સુસ્ત હોય છે! જ્યારે કોઈ આપણને પડકા૨ ફેંકે... ‘ચેલેંજ’ આપે ત્યારે કંઈક કરી બતાવવનું મન થાય! પડકાર તમારા ખમીરને ઢંઢોળે છે .. નાહિંમત માનવીઓ પડકારના પ્રહારો નથી ખમી શકતા... એ તો તૂટી જાય છે. તરડાઈ જાય છે! જિંદગીના એક એક ક્ષેત્રની ચુનૌતીને પહોંચી વળવાની તૈયારી - કરીને જ જીવનના પંથે આગળ વધવું જોઈએ ! પડકાર પ્રાણમાં જોશને પૂરે છે અને જીવંત રાખે છે ! જિંદગીને પડકાર માનીને જીવો! જીવનને ‘ચેલેંજ’ સમજીને આગળ વધો ! પડકારમાં ખુમારીનો ખળભળાટ હોય બીમારીનો બડબડાટ નહીં! પડકારમાં કરી લેવાનો રણકો હોય નામર્દાઈનો છણકો નહીં. ‘ઓલિમ્પક્સ’ રમતના ૩ મૂળ મંત્રો જિંદગીના પડકારની પિછાણ કરાવે છે. વિચાર પંખી ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.derelbrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194