Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 180
________________ What is Life ? Life is a Festival celebrate it ઉત્સવના ઉમંગલભર્યા વાતાવરણમાં જિંદગી જીવવાની છે મારા ભાઈ ! જિંદગી ઉત્સવ છે ! મેળો છે ! મહોત્સવ છે ! ઉત્સવમાં નૃત્ય હોય.... આંસુ નહી ! ગમગીની કે ઘૂટનમાં ગરમાળાની જેમ શેકાઈને જીવનારા લોકો જીવનને ઉત્સવનો ઓપ નથી આપી શકતા! મેળામાં કેટલાય લોકો ભેળા મળે ! બધા સાથે ચાલે... સાથે ખાય... સાથે નાચે કૂદે.... અલબત્ જો અહંની આગ ભડકી ઉઠે તો તકરાર પણ થઈ જાય ! જિંદગીને મહોત્સવ બનાવીએ અને ઉજવીએ ! અશ્કોર્સ..... ઉત્સવ અમુક સમય માટેનિયતહોય છે....એમજિંદગીનો આ તહેવાર પણ આખરે મેળાની માફકવિખરાઈજવાનોછે....એમાં આનંદનેપ્રમોદની ક્ષણોમાણીલેવાય.... પણ જોમેળાનાબજારનેકાયમી દુકાનો માની બેઠા તો હાથ ખંખેરવાનો વારો આવશે ! જિંદગીના ઉત્સવમાં લાગેલી સંબંધોની હાટ કે સંબંધીઓની વાટ પણ થોડા સમય માટે છે ! એને કાયમી ના માની બેસતા ! જિંદગીની Grace ને જાળવી રાખો.... ઉત્સવમાં ઉદાસીનો ઉભરો ના શોભે.... ઉલ્લાસ જોઈએ ! ખેલદિલી જોઈએ ! એકબીજા માટે કરી છૂટવાની લલક જોઈએ ! Jain Education International વિચાર પંખી૧૭૫ For Private & Personal Use Only www.jaine brary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194