Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 185
________________ વિચારો... પોતાની જાત પાસેથી કામ લેવા માટે બુદ્ધિનો - દિમાગનો ઉપયોગ કરવો જોઈએ. પણ બીજા પાસેથી કામ લેવા માટે હૃદયનો....હૃદયમાં રહેલી લાગણીઓનો સાથ લેવો એ જ ઉચિત છે. કટુ શબ્દોના કાંટા કે અળખામણી વાતોના બાવળ તો આપણી જીભ પર જલ્દી ઉગી નીકળે છે. પણ મીઠાં શબ્દોનાં ફૂલો તો માવજત કરીને ખીલવવા પડે બીજા કોઈનું સારું સાંભળે ત્યારે જે માણસ શંકા અને સંદેહ વ્યક્ત કરે..... અને બીજાનું ખરાબ કે બુરું સાંભળીને જે માણસ એ માની લે. એવા માણસોથી સાવધાન રહેવા જેવું છે. જે વિચારે ઓછું તે બોલ વધુ...... જે વિચારે વધારે તે બોલે થોડું..... વિચારશક્તિને વધારો વચનશકિત આપોઆપ ખીલી ઉઠશે. વિચારપંખી - ૧૮૦ હn a cation International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194