Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 189
________________ Jain Foucation International કંઈક તો કર ! થાકીને શું બેઠો છે, જરી ચાલી તો જો અંધારાની વાત છોડ, આવી દિવાળી તો જો ! આંખની યમુના તો બધાયે વહાવે છે તુ તારી આંખમાં બે આંસુ ખાળી તો જો ! માયૂસી પોતે જ મહોરી ઉઠશે જમાનાની તું મોસમની મદભર આંગળી ઝાલી તો જો. દુનિયાના ફૂલો કેમ ના લાગે તને ખૂશ્બોભર્યા? કોણ છે આ બાગનો ઉપર માળી તો જો. દુનિયા તો જુગજુગથી છે કાળમીંઢ પથ્થર જેવી તું તારી પોતાની જાતને જરી ગાળી તો જો. દોલત તને દુનિયા ભરની મળી જશે એ દોસ્ત ! કોઈના દિલમાં સ્નેહનો દીવો બાળી તો જો. વિચારપંખી - ૧૮૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194