Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 173
________________ Jalesperao ne national What is Life ? Life is a Temple Decorate it દોસ્ત... માનવજીવન એક મંદિર છે... દેવાલય છે. આપણે એ મંદિર શણગારવાનું છે! મંદિરમાં કચરો ના ભરાય! વાસનાનો કચરો ને કામનાઓનો કાટમાળ આ જીવન-મંદિરમાં ન ઠલવાય! મંદિરના શણગાર છે.... કીર્તન નર્તન પુજન ... અર્ચન. આરાધના - ઉપાસનાની ઉર્મિઓ જ્યાં હિલોળા લે તે દેવાલય દીપે છે – પ્રબળ પુરુષાર્થની પ્રાણ-પ્રતિષ્ઠા કરી દો આ મંદિરમાં! પછી જુઓ ! સફળતા ખુદ તમારા કદમોમાં ઝૂકશે. - કંઈ પણ કરો – ગમે ત્યાં જાઓ કે ગમે ત્યાં જીવો ... પણ એક વાત પ્લીઝ, ના ભૂલશો આ જીવન મંદિર છે ! એની પવિત્રતાને જરીયે દુન્યવી દ્વન્દ્વોના ડાઘ ના લાગે એની કાળજી રાખજો! સત્ય - શીલ - સંયમ અને સૌમ્યતાના શૃંગારથી શણગારો આ દિલના દેવળને ! પરોપકાર પૂજા બને, કર્તવ્યપાલન કીર્તન બને ... નમ્રતાના નૃત્યો જામે અને પ્રાણી માત્ર પ્રત્યેનો પ્રેમ પ્રાર્થના બનીને રણકી ઉઠે! ‘ઝીવન જ મવિર ફૈ’ વિચાર પંખી ૧૬૮ ... For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194