Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 9
________________ કાર : :: અને નવી બુદ્ધિ દરેક જન્મમાં મળે છે. દરેક કાર્યને તેનો ભૂતકાળ હોય છે. દરેક કાર્યમાંથી ભવિષ્ય કાળ ઊભો થાય છે. (દરેક કાર્યનો ભવિષ્યકાળ હોય છે). - સંત વસિષ્ઠ રામને કહ્યું કે “પુરૂષાર્થ કરો, નિરાશામાં ન ચાલી જાવ. તે તમારામાં પ્રસાદ અને આળસ પેદા કરશે. વિચારની મહત્તમ શક્તિને ઓળખો. પુરૂષાર્થ કરો. સારા, સાચા વિચારો ના ચિંતન વડે તમારી જાતને મહત્તમ પ્રારબ્ધ માટે તૈયાર કરો. પ્રારબ્ધ છે તે ગયા જન્મનો પુરૂષાર્થ છે. માણસ એ પોતાના પ્રારબ્ધ માટેનો પોતે જ ગુરૂ છે. તમારા વિચારો વડે તમે તમારું પ્રારબ્ધ ઘડો. તમે તેમ કરો છો તમને ગમે તો. બધી જ જાતની શક્યતાઓ, શક્તિ અને હિંમત તમારા અંદર છુપાયેલા પડયા છે. તેને તમે બહાર લાવો અને મુક્ત તથા મહાન બનો” તમારૂં મુખ એ ગ્રામોફોન રેકોર્ડ જેવું છે. જે કાંઈ તમે વિચારો છો તે તરત જ તમારા મુખારવિંદ પર લખાઈ જાય છે. મનની આંતરિક સ્થિતિની જાહેરાત મોઢા પરના હાવ ભાવ બતાવી આપે છે અથવા મનમાં સાચી સ્થિતિ શું છે તે બતાવે છે. મન બહુ જ બરાબર રીતે અંદર વર્તી રહેલી સ્થિતિને મુખ ઉપર " લાવી દે છે કે જેને જાણકાર માણસ બહુ જ સહેલાઈથી વાંચી શકે છે. આંખો એ આત્માને બહાર જોવા માટેની બારીઓ છે કે જે મનની સ્થિતિ શું છે તે કહી આપે છે. - જો તમારી પાસે બીજાની આંખો વાંચવાની શક્તિ હોય તો, તમે મનને બરાબર વાંચી શકો છો. તેના મનની સ્થિતિ શું છે? તે જાણી શકો છો. ::::: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80