Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 65
________________ પણ છેલ્લે છોડી દેવાના છે. રજસ્ અને તમમ્ ને સાધના દ્વારા (મનમાંથી) દૂર કરવાના છે. અથવા શુદ્ધતાની પ્રેકટીસ વડે જેવી કે તપ, નિસ્પૃહ સેવા, દમ, શમ જપ અને ભક્તિ વડે રસ તમસને દૂર કરો. જો તમે આધ્યાત્મિક શક્તિ ઉત્પન્ન કરો તો રજસ અને તમસ્ નો નાશ થઈ જશે. પછી મન શુદ્ધ થઈ જશે, એકાગ્ર થશે અને એક જગ્યાએ રાખી શકાય તેવું થશે. ત્યાર પછી તે અરૂપી એવા એકરૂપ બ્રહ્મની સાથે મળી જશે અને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થશે. તમે શુભ વિચારોથી ઉપર ઉઠો અને વિચાર વિહીન ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરો ત્યારે તમે તમારા સ્વરૂપમાં રહી શકશો. જયારે વિચિત્ર વિચારો ઉભા થાય ત્યારે એક વિચાર “હું કોણ છું” તે જગતના બધા જ વિચારોનો નાશ કરી નાખશે અને અહંમપણું નાશ પામશે. બાકી રહેશે પોતાનું અસ્તિપણું, ચિન્માત્ર કેવળ શુદ્ધ ચૈતન્ય, બધા જ પ્રકારના નામ અને આકારથી જુદો વ્યવહાર રહિત, મળ વાસના રહિત, નિષ્ક્રિય, નિરઅવયવ જે શિવ છે, તે આત્મા છે. તેને જ જાણવાનો છે. (૧૬) વિચાર શક્તિ અને કાર્યરત આદર્શવાદ : તમારી જાતને સત્ય માટે તૈયાર કરો કે જે કોઈ પણ પ્રત્યે ભેદભાવ ન રાખે, લિંગ તરફ દૃષ્ટિ ન કરે. ભટક્યા ન કરે તમારી જોવાની શક્તિને સાચી દિશામાં વાળો. સાચા નિયમોનો આધાર લઈ સારા વિચારોમાં રહો. પવિત્ર વિચારો તે અવાજ છે. તે ત્યારે બોલે છે જ્યારે જીભ બોલવાનું Jain Education International - [62] For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80