Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 67
________________ : : : : ક બંધ કરે છે. તે બધા જ પ્રકારની મુશ્કેલીઓ સામે ઝઝુમે છે અને તેનાથી બહાર આવી જાય છે. મુશ્કેલી પાર કરી જાય છે, જેને લાંબા સમય સુધી કોઈ શક્તિ દબાવી શકતી નથી. હે માનવ ! તું આભાસી વસ્તુનો વેપાર ન કર, (તેની સાથે સંબંધ ન રાખ). વર્તમાન અનુભવ છે તે પૂર્વે કરેલા વિચારો, લાગણીઓ અને કાર્યને કારણે છે. તેનાથી સહેલાઈથી દૂર થઈ શકાતું નથી તે બહુ જ લાંબા સમય સુધી વિચારો અને કાર્ય કરવાથી દૂર થઈ શકે છે. પોતાના જ પર આધાર રાખનાર, પોતાની જાતે પ્રયત્ન કરનાર હિંમતવાન-મજબૂત બની જાવ. જે પોતાના વિચારો ઉપર કાબુ મેળવી શકે છે તે જ લાંબા ગાળા સુધી ટકી શકે તેવી સુખદ સ્થિતિ મેળવી શકે છે. તમે તમારી જાતે જ તમારા મિત્ર કે દુશ્મન છો. જો તમે તમારી જાતને આનંદ દાયક સારા વિચારો વડે બચાવશો નહીં તો પછી બીજો કોઈ ઉપાય નથી. મન જ બધુ ઉભું કરનાર છે. મન દ્વારા જ બધી વસ્તુઓ ઉભી થઈ છે. સત્ય ભગવાન તમારા હૃદયમાં જ વસી રહ્યો છે અને તમારા શરીર રૂપી મંદિરમાં બિરાજેલ ભગવાનની ભક્તિ કરવી હોય તો તે તમારા પોતાના ઉચ્ચ (આધ્યાત્મિક) વિચારો દ્વારા જ થઈ શકે તે જ રસ્તો છે. વિચાર પ્રારબ્ધ નક્કી કરે છે. તમારી આજુબાજુનું જગત તમારા વિચારોનું જ પ્રતિબિંબ છે. તમારી પોતાની કલ્પના તમારી સાથે ભયંકરતા ઉભી કરે છે. તમારો જન્મ તમે શું વિચાર્યું હતું તે પ્રમાણે થયો છે અને તમારૂં અત્યારનું ચારિત્ર એ પૂર્વના વિચારોનું જ માપ બતાવે છે. તમારું ભવિષ્ય હાલના વિચારોથી ઉભું કરો છો. જો તમે ઉમદા વિચારો કરશો તો ઉમદા બનવાના છો. :: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80