________________
વધારે શાંતિ.” આ હમેશાં યાદ રાખો. સાધક જે ગુફામાં રહે છે અને જે વિચારોની શક્તિને રોકવામાં પ્રયત્નશીલ છે તે ખૂબ જ સુખી છે. તેની પાસે બાહ્ય સંપત્તિ નહીં હોવા છતાં.
જેટલા ઓછા વિચારો, તેટલી માનસિક મજબૂતાઈ અને એકાગ્રતા વધારે. ધારો કે એક કલાકમાં તમારા મનમાંથી એકસો વિચારો પસાર થાય છે. તેમાંથી જો તમે સતત એકાગ્રતા અને ધ્યાનની પ્રક્રિયા દ્વારા નેવું વિચારો સુધી પહોંચી શકો તો તમે ૧૦ ટકા મનની એકાગ્રતાની શક્તિ પ્રાપ્ત કરી છે, તેમ કહેવાય.
વિચારો જ વ્યક્તિને સાધુ અથવા પાપી બનાવે છે.
મનના વિચારોનો ફેલાવો ઈન્દ્રિયોના વિષયો તરફ થાય છે તે બંધન છે. આ આકર્ષણ રજસ વૃત્તિના આકર્ષણથી થાય છે. સત્ત્વ ગુણથી ઉદાસીનતા પ્રાપ્ત થાય છે અને સારું કે ખોટું નક્કી કરી મનને અસંગતતા ત્યાગ તરફ લઈ જાય છે. રાજસિક મન “હું” અને “મા”ના વિચારો ઉભા કરે છે. તેનાથી શરીર, જાતિ, રંગ અને જીવન જીવવાની રીતોમાં ફેર ઉભો કરે છે. તેમાં ભેદ પાડે છે.
માયાનું આભાસી વિષમય વૃક્ષ મનમાં થતા ફેરફારોને કારણે મોટું ને મોટું થતું જાય છે. અથવા તો જગતની વસ્તુઓમાંથી આનંદ મેળવવાના પ્રયત્નથી માયાનું વૃક્ષ વિસ્તર્યા કરે છે.
શુભ વિચારો વડે અશુદ્ધ વિચારોનો નાશ કરો અને શુભ વિચારોને
*
*
* *
* * *
*
G
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org