Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 37
________________ ઉભા કરે છે અને આત્મિક સંપત્તિનો નાશ કરે છે. આ મુશ્કેલી પેદા કરનાર મનનો નાશ કરો. આકર્ષણ અને અપાકર્ષણના, ગમા અને અણગમાના, રાગદ્વેષના વિચારોનો સંપૂર્ણપણે નાશ કરો. તો પછી સાધક (સંત) પોતાના શરીરમાં રહીને કાર્ય કરવા છતાં શરીર તરફ લક્ષ તેમનું રહેતું નથી. નકામા અને જરૂરીયાત વગરના વિચારોને બહાર કાઢવા પ્રયત્ન ન કરવો. જેમ જેમ તમે પ્રયત્ન કરશો તેમ તેમ તે બમણા જોરથી પાછા આવવા પ્રયત્ન કરશે અને મજબુત બનશે. માટે તેના પ્રત્યે ઉદાસીન બનો. મનને દિવ્ય વિચારોથી ભરી દો. તો તે (નકામા વિચારો) ધીમે ધીમે નાશ પામી જશે. તમારી જાતને નિર્વિકલ્પ સમાધિમાં સતત ધ્યાન દ્વારા લઈ જાવ. મુંઝવણ (ચિંતા) અને ગુસ્સાને નાબુદ કરીને મનની એકાગ્રતા અને શાંતિ પ્રાપ્ત કરો. આ જીંદગીનો હેતુ દિવ્ય દર્શન કરવા માટેનો છે. આ હેતુ તે આપણે શરીર નથી તેમજ બદલાતું અને અમુક સમય માટેનું મન નથી, પણ આપણે શુદ્ધ તેમજ મુક્ત આત્મા છીએ. હંમેશાં યાદ રાખો કે તમે “નિત્ય, શાશ્વત અને અનાદિ કાળથી અજન્મો રહેલો છું.” તમે આ નાશવંત પર્સનાલીટી નથી કે જે નામ અને શરીરના આકાર સાથે જોડાયેલી છે. જો તમે તમારી વિચાર શક્તિ ખીલવવા માંગતા હો તો તમને ઉત્સાહિત કરે તેવું પુસ્તક તમારી સાથે રાખો, તેને વારંવાર વાંચો. કે જે તમારી રોજીંદી જીંદગીનો એક ભાગ બની જાય. “પોતાની જાતનું શાન એ મોટામાં મોટો ખજાનો છે. ધ્યાન એ પોતાનું જ્ઞાન કરવા માટેની ચાવી છે.” Mી . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80