Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 41
________________ સામા થશે અને બમણા જોરથી પાછા દાખલ થશે. તેની સામે દિવ્ય વિચારો મૂકો તો નકામા વિચારો ધીમે ધીમે બહાર નીકળી જશે. એકાગ્રતાની પ્રેકટીસ ધીમેથી અને સતતપણે કર્યા કરો. એકાગ્રતા એટલે મનને એક આકાર કે વસ્તુ પર લાંબા સમય સુધી સ્થિર રાખવું. એક જ વસ્તુ પર એકાગ્ર થવામાં આડા આવતા મનની કુદાકુદ અને બીજા અવરોધોને દૂર કરવા માટે મનને એક જ વસ્તુ પર એકાગ્ર કરવાથી જ બની શકશે. - જો તમે એકાગ્રતાની શક્તિ વધારવા માંગતા હો તો તમારે જગતની ઈચ્છાઓ અને બાહ્ય પ્રવૃત્તિ ઘટાડવી પડશે. તમારે દરરોજ થોડા કલાકો માટે મૌન ધારણ કરવું પડશે તો જ મનને સહેલાઈથી અને મુશ્કેલી વગર એકાગ્ર કરી શકાશે. એકાગ્રતા કરતી વખતે તમારા મન સરોવરમાં એક જ વિચાર હોવો જોઈએ, બીજા બધા મનના કાર્યોને મુલત્વી કરવા પડશે. જરૂર વગરના અને નુકસાન કર્તા વિચારોની સામે તમારી જાતને રોકવાની શક્તિ મેળવવા માટે પ્રયત્ન કરો. (આત્મિક) વિચારોને આપણામાં ઊભા કરવા પડશે અને તે અંદર સ્થિર થાય ત્યાં સુધી તેની મહેનત કરવી પડશે. જો તમે પાકો નિશ્ચય કરો તો કોઈ વસ્તુ મુશ્કેલીવાળી (અઘરી) નથી. દઢ નિશ્ચય અને તે કરવાની તૈયારી બધી જ વાતોમાં સફળતા અપાવશે અને મનને પણ જીતવામાં. મનને ખરાબ વાતોમાં ભમતું અટકાવવા તેની સાથે ભલો નહીં, તો મન તમારા કાબુમાં આવી જશે. જો તમે આધ્યાત્મિક માર્ગમાં ઝડપી પ્રગતિ ઈચ્છતા હો તો, દરેક વિચારોને તપાસો. નવરું મન '** ** 8િ8) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80