Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 43
________________ કાકી: હંમેશાં નુકસાન કર્તા જ બની રહે છે. મનને સહકાર ન આપવો તે ઈન્દ્રિયોના વિષયોની લાગણી સામે તરવા બરાબર છે. (પ્રતીશ્રોતી થા), તો મન સૂક્ષ્મ થશે અને ધીમે ધીમે તમારા કહેવામાં આવી જશે. તમે તમારા મન ઉપર કાબુ મેળવી શકશો. નિયમમાં અને શિસ્તમાં રહેનારામાં આંતરિક શક્તિ મજબુત હોય છે. તેથી જ ઈન્દ્રિયો અને મન તેની ઈચ્છા પ્રમાણે - હુકમ પ્રમાણે વર્તે છે. શિસ્ત-નિયમમાં રહેનાર શરીર માટે જરૂરીયાતવાળા પદાર્થોને જ અંગીકાર કરે છે અને તે પણ ઉદાસીન ભાવ વડે જ. તે ક્યારેય એવા પદાર્થોને ગ્રહણ કરતો નથી કે જેનો શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે. અમૃત રસનું પાન કરતાં ક્રમસર વિચારોને પાતળા – સૂક્ષ્મ બનાવો. ઓછા કરો. જ્યારે જયારે વિચારો મનના દરવાજા પર ઊભા થાય ત્યારે ત્યારે તેને એક પછી એક દૂર કરવા પ્રયત્ન કરો. (સાક્ષી ભાવ વડે). પાતળા પાડયા પછી અને ઘટાડયા પછી પણ અમુક વિચારો તો ગરોળીની કપાયેલી પૂંછડીની માફક આપણી અંદર ઘુમ્યા કરે છે, પણ હવે તે શક્તિહીન થયા હોવાથી ગંભીર નુકસાન આત્માને પહોંચાડી શકતા નથી. જો આપણે દરરોજ એકાગ્રતા અને ધ્યાનની પ્રેકટીસ નિયમિત પણે કરતા રહીશું તો તે ઘી વગરના દીવાની જેમ ઓલવાઈ જશે. આ બધા વિચારો કે જેને દબાવ્યા છે કે પાતળા પડયા છે તે વળી પાછા થોડા સમય પછી ઊભા થશે. માટે તેને મૂળ સહિત છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80