Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 35
________________ મનમાં ઉભા થતા સાંસારિક વિચારોના તરંગોને જોયા કરો. જ્યારે તમે સાક્ષીભાવ-દૃષ્ટાભાવ કેળવશો ત્યારે આ સાંસારિક વિચારો ધીમે ધીમે ઘટતા જશે અને છેવટે તે બંધ થઈ જશે. જ્યારે તમે તમારા રોજીંદા કાર્યમાં કાર્યરત હશો, ત્યારે ખરાબ વિચારો તમારામાં આવશે નહીં. પણ જ્યારે તમે આરામ કરતા હશો અને મન નવરું પડયું હશે ત્યારે અશુદ્ધ વિચારો તમારા મનમાં દાખલ થવાનો પ્રયત્ન કરશે. જ્યારે મન નવરું પડેલું હોય ત્યારે જાગૃત રહેવા પ્રયત્ન કરો. જો તમે એક અશુદ્ધ વિચારને આવવા દેશો તો બધા જ પ્રકારના અશુભ વિચારો તેની સાથે જોડાશે અને તમારા ઉપર હલ્લો કરશે. જો તમે એક સારા વિચારને આવવા દેશો તો બધા જ સારા વિચારો ભેગા થઇને તમને મદદ રૂપ થશે. હતાશા, નાસીપાસતા, નિર્બળતા, અજ્ઞાનતા, શંકાના, વાસનાના, ભયના, મલિનતાના વિચારો ખરાબ વિચારો છે. શક્તિના, શ્રદ્ધાના હિંમતના, આનંદના વિચારોને તમારામાં પ્રવેશ કરવા દો. ઉગવા દો, તો આ ખરાબ વિચારો નાશ પામી જશે. શરીરને લગતી બધા જ પ્રકારની ટેવોના કપડાના, ખોરાકના અને આવા બીજા વિચારોથી ઉપર ઉઠવા માટે આત્મચિંતન તમારા હૃદયમાં કરો. તેઓ કે જેમણે વાસના અને ટેવના કારણોથી ઉભા થતા વિચારોનો નાશ કર્યો છે, તેઓ બ્રહ્મની સ્થિતિમાં પહોંચીને આનંદનો ભોગવટો કરશે. , આ નટખટ અને શક્તિશાળી મન બધાજ પ્રકારના દુ:ખો અને ભય Jain Education International [32] For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80