________________
તમારા મનમાં ઊભા કરો અને હંમેશાં સુખી થાઓ. આધ્યાત્મિક સાધના દ્વારા મનના સૂક્ષ્મ વિચારોને બદલાવો અને નવા વ્યક્તિ બની જાઓ.
વિચારો જિંદગી છે. જે તમે વિચારો તેવા થાઓ. તમારા વિચારો જ તમારૂં વાતાવરણ બનાવે છે. તમારા વિચારો જ તમારી દુનિયા ઊભી કરે છે.
જો તમે ઉચ્ચ વિચારોને મહત્ત્વ આપશો, તો તમે તમારી જાતને તંદુરસ્ત રાખી શકશો. યાદ રાખો, શરીર મન વડે બનેલું છે અને તે મનના કાબુમાં છે. પ્રેમ, શાંતિ, શુદ્ધતા, ચોક્કસ દિવ્યતાના વિચારો કરશો તો તે તમને તથા બીજાઓને પણ સંપૂર્ણ અને દિવ્ય બનાવશે. દિવ્ય વિચારોને મનમાં ધારણ કરો.
(૧૧) અંદરથી શરીર મન સાથે જોડાયેલું છે, તેના કરતાં શરીર મનનો જ ભાગ છે તેમ ગણવું વધારે સારૂ છે. સૂક્ષ્મ મનનો બહાર જોઈ શકાય તેવો એ શરીરનો ભાગ છે. જો શરીરના કોઈ પણ ભાગમાં દુ:ખ થાય છે તો મન ઉપર તેની તરત જ અસર જણાય છે. તે બરાબર વિચારતું બંધ થાય છે. તે અશાંત બને છે અને વિવક્ષિત બને છે.
શારીરિક તંદુરસ્તી કરતાં માનસિક તંદુરસ્તી વધારે મહત્ત્વની છે. જો મન શુદ્ધ હશે તો તમારા વિચારો પણ શુદ્ધ હશે. તમે બધા જ પ્રકારના રોગોથી મુક્ત થઈ જશો. શાંત શરીરમાં શાંત મન હોય છે.
જેઓનો તેમના વિચારો અને બોલવા ઉપર થોડોક પણ કાબુ છે તે
Jain Education International
[18]
For Personal & Private Use Only
www.jainelibrary.org