Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 27
________________ ખરાબ-ખોટા વિચારો દ્વારા તમે તમારી જાતને શરીર સાથે ઓળખાવો છો. જયાં સુધી શરીર સાથે આત્માથી જોડાયા છો ત્યાં સુધી દેહાધ્યાસ રહે છે. આને જ અભિમાન કહે છે. તેથી મમતા-માયા ઉભી થાય છે. તમે તમારી જાતને તમારી પત્ની, પુત્રપુત્રી, ઘર આદિ સાથે ઓળખાવો છો અથવા તેમના તરફ આકર્ષણ છે તો તે તમારા માટે કર્મના બંધનનું કારણ છે, મુશ્કેલીનું કારણ છે અને દુઃખનું કારણ છે. (૧૨) વિચાર શક્તિની કેળવણી : જે માણસ સત્ય બોલે છે અને શુદ્ધ નીતિમત્તા છે તેના વિચારો હંમેશાં શક્તિશાળી હોય છે. જેણે ઘણી લાંબી પ્રેક્ટીસ વડે ક્રોધને જીત્યો છે, તેનામાં જોરદાર શક્તિશાળી વિચાર ધારા હોય છે જે તેને શુદ્ધતા, ડહાપણ અને અમરતા તરફ દોરે છે. આ શુદ્ધતા બે પ્રકારની છે – આંતરિક અથવા માનસિક અને બાહ્ય અથવા શારીરિક, આંતરિક શુદ્ધતા વધારે મહત્ત્વની છે. તે સાથે શારીરિક શુદ્ધતા પણ જરૂરી છે. આંતરિક શુદ્ધતા મેળવવાથી મનનું આનંદિતપણું, મનનું એકાગ્રપણું, વિષયોની જીત તેમજ પોતાના આત્માને અનુભવવા માટેની પાત્રતા પ્રાપ્ત થાય છે. એકાગ્રતા માટે મનમાંથી નીકળતા જુદા જુદા તરંગોને એક જગ્યાએ ભેગા કરો, તો મનને આત્માની અનુભૂતિ તરફ વાળી શકાશે. આમ થવા માટે એકાગ્રતાની પ્રેક્ટીસ નિયમિત પણે કરો. એક જ જગ્યાએ બેસો, એક જ સમયે. (બેસો). ઈચ્છાઓ અને પ્રવૃત્તિમાં ઘટાડો, શાંતિ, ઈન્દ્રિયોને કાબુમાં રાખવી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80