________________
IL
વિર ! મધુરી વાણી તારી
તમામ પ્રલોભનોની છાતી ઉપર પગ ખોડંગીને ઊભતા એક સંતની સામે જુઓ. આ જગતનો એ જ એકનો એક ચમત્કાર છે.
જો વાસનાના ગુલામ-જગતમાં ચમત્કાર ગણી શકાય તો તે છે વાસનાના વિજયનો. નહિ કે વાસનાના બેફામ ઉપભોગનો. ભોગના જીવનકાળમાં એક યુવાનનો કોઈ ચમત્કાર ગણવો હોય તો તે આજ ગણી શકાય; યુવાનીને નાથવાનો; નહિ કે ચુસ્ત પેન્ટ કે મીનીસ્કર્ટ પહેરીને ઉઘાડે છોગે ચાંદની ચોકમાં ચાલવાનો.
અલમસ્ત શરીરવાળો ચમત્કાર તો ઓજસ્વી બ્રહ્મચર્ય છે, રસનાનો અતિ અલ્પ ભોગ છે, નહિ કે વૈષયિક વાસનાના અતૃપ્તિની આગમાં અનેકોને હોમી નાંખવાની હિંમત!
ક્યાં છે આ જગતમાં એ ચમત્કારો ? ઘણય છે. પણ કોને જોવા છે? કોને ખપ છે એનો?
પાગલોની દુનિયામાં પાગલોને જ બિરદાવાય, ડાહ્યાઓને બેવકૂફ ગણાવાય તે જ સહજ લાગે છે.
ગમે તેમ હો. શાણા સજ્જનોના જગતમાં પાગલો અને પગલીએ બાંધેલી વ્યાખ્યાને કોઈ સ્થાન નથી.
અહીં તો મહિમાવંતો તે જ કહેવાય છે જે આંતર જગતની ગુલામીના માતે પોતાનો પગ મૂકીને ઊભો છે, ભલે પછી તે કદાચ જગતની કરામતોનો ઓછો જાણકાર હશે તો ચાલશે; એને ચાર માણસની વચ્ચે બોલતાં ય નહિ આવડતું હોય તો ય ચાલશે; એ સૌદર્યવિહોણો, ભાગ્યવિહોણો, આરોગ્યવિહોણો કે સત્તાવિહોણો હશે તો પણ ચાલશે. બહુ સારી રીતે ચાલશે.
અભ્યન્તર જગતની ગુલામીને જેણે આડેધડ છેદી નાખી એ તો જગતનો બેતાજ બાદશાહ બન્યો. જગતનો એ સંત બન્યો. એનામાં તો શત-શત જાણકારો, હજાર હજાર વિદ્વાનો, લાખ લાખ ભાગ્યવંતો અને કરોડો સત્તાધારી પકવવાની પ્રચંડ તાકાત છે.
રૂપવિહોણા એના પેશાબમાં કુષ્ટરગીના કુરૂપને ખતમ કરી દેવાની તાકાત છે! ભાગ્યવિહોણી એની આશિષમાં રોડપતિને કરોડપતિ બનાવી દેવાની પ્રચંડ આગ છે. રોગિષ્ટ એવા એના ઘૂંકમાં રાજરોગીને પણ નિરોગી બનાવી દેવાના કૌવત ધરબાયાં છે.