________________
૨૫
[વૈરાગ્યવર્ધા કાલમેં, વહ સુખ-દુઃખ દેવકે નિયોગસે અવશ્ય પ્રાપ્ત હોતા હૈ. પૂર્વકાલમેં જીવને જો અચ્છા યા બુરા કર્મ કિયા ઔર ઇસ સમય વહ પક કર ફલ દેનેકે સન્મુખ હુઆ તો ઉસકો કિંચિત્ ભી અન્યથા કરનેમેં ઇન્દ્ર ભી કિસી તરહ સમર્થ નહીં હૈ અર્થાતુ કિયે હુએ કર્મકા ફલ જીવકો અવશ્ય ભોગના હોતા હૈ. કોઈ દૂસરા ઉસમેં કુછ ભી હેરફેર નહીં કર સકતા. ૯૬.(શ્રી સુભાષિતરત્નસંદોહ)
કે હે ભવ્ય! જો તને પોતાની ઉપર અપકાર કરવાવાળા પ્રત્યે ક્રોધ આવે છે તો તું એ ક્રોધ ઉપર જ ક્રોધ કેમ નથી કરતો? કારણ કે તે ક્રોધ તો તારો સૌથી વધુ અપકાર કરવાવાળો છે. તે ક્રોધ તારા ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગને તથા મોક્ષના પુરુષાર્થને તથા એટલે સુધી કે તારા જીવનને પણ નાશ કરવાવાળો છે. તો પછી આથી અધિક અપકારી બીજું કોણ હોઈ શકે છે? અર્થાત્ કોઈ નહિ. ૯૭.
(શ્રી સત્રચૂડામણિ) કે શેયરૂપ પરદ્રવ્યનો દોષ ન દેખો-ન જાણો કે પરશેયની સન્નિધિ (નિકટતા) નિમિત્ત માત્ર દેખી કરીને મારું દ્રવ્ય આણે મેલું કર્યું; આવી રીતે આ જીવ પોતે જૂઠો ભ્રમ કરે છે. પણ તે પરશેયને તે કદી પણ સ્પર્યો જ નથી છતાં તું તેનો દોષ દેખે છે, જાણે છે તે તારી આ હરામજાદગી (દુષ્ટતા, બદમાશી) છે. આવી રીતે એક તું જ જૂઠો છો, તેનો કાંઈ દોષ નથી તે સદા સાચું છે. ૯૮.
(શી આત્માવલો કન) * જે સંસારરૂપી વન રક્ષકો રહિત છે તેમાં પોતાના ઉદયકાળ આદિરૂપ પરાક્રમથી સંયુક્ત એવા કર્મરૂપી વાઘ દ્વારા ગ્રહાયેલ આ મનષ્યરૂપી પશુ ‘આ પ્રિયા મારી છે, આ પુત્ર મારા છે, આ દ્રવ્ય મારું છે અને આ ઘર પણ મારું છે'-આમ ‘મારું મારું કહેતો
વૈરાગ્યવર્ધા ]. મરણ પામી જાય છે. ૯૯.
(શ્રી પ%નંદિ પંચવિશતિ) કે પરકૃત નિંદા અપમાન અને તિરસ્કાર દર્શાવનારા વચનો નહીં સહન થવાથી તે નહીં સાંભળવા ઇચ્છતા એવા તારા કાન સાંભળવાની શક્તિથી રહિત થયા, તારી આ સિંઘ પરવશ દશા પ્રત્યક્ષ જોવા તારા નેત્ર અસમર્થ અર્થાત્ અંધ દશાને પામ્યા, તને અત્યંત પ્રિય એવું તારું શરીર પણ જાણે સન્મુખ આવી રહેલાં કાળના ભયથી થર થર કાંપે છે,એમ જરાથી કેવળ જીર્ણ થઈ રહેલાં અને અગ્નિથી બળી રહેલાં ઘર સમાન આ મનુષ્ય શરીરમાં હે જીવ! તું શું નિશ્ચળ થઈ બેઠો છે? ૧૦૦. (શ્રી આત્માનુશાસન)
કે આ મારું અનિષ્ટ અથવા ઇષ્ટ ચિંતન કરે છે, એ બુદ્ધિવિચાર નિરર્થક છે. કેમ કે) બીજાની ચિંતાથી બીજો પીડિત કે પાલિત થતો નથી. ૧૦૧,
(શ્રી યોગસાર પ્રાભૃત) * વિવેક રહિત અજ્ઞાની જીવ પોતે પૂર્વજન્મમાં કરેલાં કર્મોની ઉપર તો ક્રોધ કરતો નથી, પરંતુ તે કર્મોની નિર્જરા કરાવવાવાળા પુરુષની ઉપર ક્રોધ કરે છે. અર્થાત્ વૈદ્ય સમાન પોતાની ચિકિત્સા કરનારની ઉપર ક્રોધ કરે છે પણ આ પદ્ધતિ કોઈ પ્રકારે યોગ્ય નથી, કારણ કે પોતાના કર્મોની નિર્જરા કરાવે તે તો વૈદ્યની જેમ પોતાનો ઉપકારી છે, તેનો તો ઉપકાર જ માનવો જોઈએ. તેની ઉપર ક્રોધ કરવો ઘણી મોટી ભૂલ છે તથા કૃતજ્ઞતા છે. ૧૦૨.
(શ્રી જ્ઞાનાર્ણવ) કે જો કોઈ જીવ અપશબ્દોનો પ્રયોગ કરે છે તો વિવેકી સાધુ એમ વિચારે છે કે આ મનુષ્ય મને ક્રોધથી માત્ર ગાળ જ આપી છે, મારેલ તો નથી. જો તે મારવા લાગી જાય તો તે સાધુ આમ વિચારે છે કે તેણે મને માત્ર માર્યો જ છે, પ્રાણોનો નાશ તો નથી