Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 99
________________ ૧૮૮ ૧૮૭ [ વૈરાગ્યવર્ધા વૈરાગ્ય અને પુરુષાર્થ પ્રેરક પુરાણ પ્રસંગ ભરત તથા લોયમંડન હાથીની ભવાવલી [શ્રી સ્વાધ્યાયમંદિર, સોનગઢમાં આ કથાનું એક સુંદર ચિત્ર છે] ગૌતમસ્વામી રાજા શ્રેણીકને કહે છે કે હે નરાધિપતિ! એક સમયે ઘણા મુનિઓ સહિત દેશભૂષણ તથા કુળભૂષણ કેવળી કે જેમનો ઉપસર્ગ વંશસ્થલગિરિ ઉપર રામ-લક્ષ્મણે નિવાર્યો હતો તથા જેમની સેવા કરવાથી ગરુડેંદ્ર રામ-લક્ષમણ ઉપર પ્રસન્ન થઈને એમને આપેલાં અનેક દિવ્ય શસ્ત્રો વડે લડાઈમાં વિજય પામ્યા હતા તે સુર-અસુરોથી પૂજ્ય લોકપ્રસિદ્ધ તે બે કેવળી ભગવાન અયોધ્યાના નન્દનવન સમાન મહેન્દ્રોદય નામના વનમાં મોટા સંઘ સહિત બિરાજ્યા. તે સમાચાર મળતાં રામ-લક્ષ્મણભરત-શત્રુદન દર્શન કરવા માટે પ્રભાતે હાથી ઉપર બેસીને જવા માટે ઉદ્યમી થયા. રૈલોક્યમંડન હાથી જેને જાતિસ્મરણ થયું છે તે આગળ આગળ ચાલે છે અને જ્યાં બને કેવળી પર્વત ઉપર બિરાજમાન છે ત્યાં દેવ સમાન શુભ ચિત્તવાળા નરોત્તમ ગયા. કૌશલ્યા, સુમિત્રા, કૈકેઈ, સુપ્રભા એ ચારે માતાઓ સાધુ-ભક્તિથી તત્પર, જિનશાસનની સેવિકા, સ્વર્ગનિવાસિનીદેવી સમાન સેંકડો રાણી સાથે ચાલી નીકળી તથા સુગ્રીવ આદિ સમસ્ત વિદ્યાધર મહા વિભૂતિ સહિત આવ્યા. કેવળીનું સ્થાન દૂરથી દેખીને રામ આદિ હાથી ઉપરથી નીચે ઉતરી ગયા, બન્ને હાથ જોડી નમસ્કાર કરી પૂજા કરી, પોતપોતાના યોગ્ય સ્થાને વિનયથી બેઠા. કેવળી ભગવાનની દિવ્યધ્વનિમાં આ રીતે વ્યાખ્યાન આવ્યું કે ધર્મ જ પૂજ્ય છે, જે ધર્મનું સાધન કરે એ જ પંડિત છે. આ દયા મૂળ ધર્મ મહાકલ્યાણનું કારણ જિનશાસન સિવાય બીજે વૈરાગ્યવષ ] કયાંય નથી. જે પ્રાણી જિનપ્રણીત ધર્મમાં રસ લે તે વૈલોક્યના અગ્રભાગે પરમધામમાં બિરાજે છે. આ જિનધર્મ પરમ દુર્લભ છે. આ ધર્મનું મુખ્ય ફળ તો મોક્ષ છે તથા ગૌણ ફળ સ્વર્ગમાં ઇન્દ્રપદ તથા પાતાળમાં નાગેન્દ્રપદ તથા પૃથ્વી ઉપર ચક્રવર્તી આદિ નરેન્દ્રપદ છે. આવી રીતે કેવળી ભગવાને ધર્મનું નિરૂપણ કર્યું. કેવળીના વચનો સાંભળીને મનમાં પ્રસન્નતા થઈ. તે વચનો વૈરાગ્ય ઉત્પન કરવાવાળા તથા રાગાદિનો નાશ કરવાવાળા હતા, કેમ કે રાગાદિ સંસારનું કારણ છે તથા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનું કારણ છે. પછી ભક્તિથી વંદન કરીને લક્ષ્મણે પૂછ્યું કે હે પ્રભો! વૈલોક્યમંડન હાથી ગજબન્ધનને તોડાવી ખૂબ જ ક્રોધિત થયો અને પછી શીધ્ર શાંત થઈ ગયો તેનું શું કારણ? ત્યારે કેવળી ભગવાને કહ્યું કે પહેલાં તો આ હાથીને લોકોની ભીડ જોઈ મદોન્મતતાના કારણે ક્ષોભ થયો ત્યારબાદ ભરતને જોઈ પૂર્વભવનું સ્મરણ થતાં શાંત થઈ ગયો. ચોથા કાળની શરૂઆતમાં ભગવાન ઋષભદેવ થયા. તેમણે રાજ્યાદિ સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી મુનિદીક્ષા ગ્રહણ કરી તેમની સાથે ચાર હજાર રાજાઓ પણ પરિગ્રહ ત્યાગી મુનિ થયા; તેઓ પરિષહ સહન નહિ કરી શકવાથી વ્રતભ્રષ્ટ થઈ, સ્વેચ્છાચારી થયા. ભરતના પુત્ર મારીચે પણ ભ્રષ્ટ થઈ ત્રીદંડીનો વેષ ધારણ કર્યો, તે વખતે સૂર્યોદય ચંદ્રોદય નામના બે રાજપુત્રોએ દીક્ષા લઈ ચારિત્રભષ્ટ થઈ મારીચના માર્ગે કુધર્મનું આચરણ કરી અનેક ભવોમાં જન્મમરણ કર્યા. એક વખત ચન્દ્રોદયનો જીવ કર્મના ઉદયથી નાગપુર નામના નગરમાં રાજા હરિપતિની રાણી મનોલતાના ગર્ભમાં ઉપયો. કુલંકર નામનો રાજા થઈ તેણે ઘણા સમય સુધી રાજય કર્યું. સૂર્યોદયનો જીવ અનેક ભવ ભ્રમણ કરી તે જ નગરીમાં

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104