________________ વાચકોની નોંધ 197 [ વૈરાગ્યવર્ષા રખડ્યા, ત્ર-સ્થાવર યોનિમાં પણ જઈ આવ્યા. ચન્દ્રોદયનો જીવ કેટલા ભવ બાદ રાજા કુલંકર પછી રમણ બ્રાહ્મણ, ઘણા ભવો બાદ સમાધિમરણ કરવાવાળો મૃગ, દેવ પછી ભૂષણ નામનો વૈશ્યપુત્ર, પછી સ્વર્ગમાં ગયો, પછી જગદ્યુતિ નામનો રાજા થયો, ત્યાંથી રવીને ભોગભૂમિમાં, ત્યાંથી બીજા સ્વર્ગમાં દેવ, ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં ચક્રવર્તીનો પુત્ર અભિરામ થયો. ત્યાંથી છઠ્ઠા સ્વર્ગમાં દેવ, દેવમાંથી ભરત નરેંદ્ર-તે ચરમશરીરી છે, હવે વધારે ભવ નહીં ધરે. સૂર્યોદયનો જીવ ઘણા કાળ સુધી રખડતો રાજા કુલંકરનો શ્રુતિરત નામનો પુરોહિત થયો તથા ઘણા જન્મો બાદ વિનોદ નામનો વિપ્ર થયો, ત્યાંથી આધ્યાનથી મરીને મૃગ થયો. ઘણા જન્મો બાદ ભૂષણનો પિતા ધનદત્ત નામનો વણિક, ત્યાંથી મૃદુમતિ નામનો મુનિ, પોતાની પ્રશંસા સાંભળીને માન પોષવા માયાચારથી શંકા દૂર ન કરી તેથી તપના પ્રભાવથી પહેલાં છઠ્ઠા સ્વર્ગમાં દેવ થયા પછી ત્યાંથી વીને રૈલોક્યમંડન હાથી થયો. હવે શ્રાવકના વ્રત ધારીને દેવ થશે. આ રીતે જીવોની ગતિ-દુર્ગતિ જાણીને ઇન્દ્રિયોનું સુખ વિનાશક જાણી વિષમ વનને તજી જ્ઞાની પુરુષ ધર્મની આરાધના કરે છે. જે પ્રાણી દુર્લભ મનુષ્યદેહ પામીને પણ જિનભાષિત ધર્મ નથી કરતા, તે અનંતકાળ સુધી સંસારમાં રખડે છે, આત્મકલ્યાણથી દૂર રહે છે. જિનવરના મુખમાંથી નીકળેલો દયામય ધર્મ મોક્ષ પ્રાપ્ત કરાવવા સમર્થ છે, તેના જેવો બીજો કોઈ ધર્મ નથી.