Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 103
________________ ૧૯૫ [ વૈરાગ્યવર્ષા ચોર તેના મનમાં વિચારવા લાગ્યો કે જુઓ! આ રાજઋદ્ધિ છોડીને મુનિવ્રત ધારણ કરે છે અને હું પાપી બીજાનું ધન ચોરી કરું છું. ધિક્કાર છે મને! આવું વિચાર કરી નિર્મળ ચિત્ત થઈને સાંસારિક વિષય ભોગોથી ઉદાસ થયો. સ્વામી ચંદ્રમુખ પાસે જઈને બધા પરિગ્રહનો ત્યાગ કરી જિનદીક્ષા ધારણ કરી. તેઓ મહા કઠિન તપ કરતાં ને અતિ થોડો આહાર લેતા હતા. દુર્ગનામગિરિના શિખર પર ગુણનિધિ નામના મુનિ ચાર મહિનાથી ઉપવાસ કરતા હતા. તેઓ સુર-અસુર તથા મનુષ્યો દ્વારા સ્તુતિ કરવા યોગ્ય મહા ઋદ્ધિ ધારી ચારણ મુનિ હતા. તેઓ ચોમાસાના ચાર મહિના પૂર્ણ કરી આકાશમાર્ગે બીજી જગ્યાએ ચાલ્યા ગયા તથા મૃદુમતિ મુનિ આહાર માટે દુર્ગનામગિરિ સમીપ આલોકનગરમાં આવ્યા. પૃથ્વી ઉપર જોતાં જોતાં જતાં હતા, ત્યાં નગરવાસીઓએ જાણ્યું કે આ તો તે મુનિરાજ છે જે ચાર મહિના સુધી ગિરિ-શિખર પર તપ કરતાં હતાં. આમ જાણીને નગરજનોએ ખૂબ જ ભક્તિ કરી, પૂજા કરી તથા ખૂબ જ સુંદર ભોજન આપ્યું અને ઘણી સ્તુતિ કરી. મૃદુમતિ મુનિને થયું કે ગુણનિધિ મુનિરાજ ગિરિ પર રહ્યાં હતા તેમના ભરોંસે મારી પ્રશંસા થાય છે એટલે માનથી તેમણે મૌન ધાર્યું. લોકોને ન કહ્યું કે હું તે મહા- મુનિ નથી, તે મુનિ બીજા છે. તેમ જ ગુરુ પાસે જઇને પણ માયા દૂર ન કરી, પ્રાયશ્ચિત ન લીધું, એટલે તિર્યંચગતિનું કારણ થયું; તપ ઘણું કર્યું હતું તેથી આ પર્યાય પૂરી કરી છઠ્ઠા દેવલોકમાં જ્યાં અભિરામનો જીવ દેવ થયા હતા ત્યાં જ તે ગયો. પૂર્વ જન્મના સ્નેહથી તેને ઘણો પ્રેમ ઊપજ્યો. બંને સમાન ઋદ્ધિધારક ઘણી દેવાંગનાઓની વચ્ચે સુખ-સાગરમાં મગ્ન બંને સાગરો સુધી સુખથી રહ્યા. અભિરામનો જીવ ભરત થયો તથા મૃદુમતિનો જીવ ૧૯૬ વૈરાગ્યવાં ] સ્વર્ગથી ચ્યવીને માયાચારના દોષથી આ જંબૂદ્દીપના ભરતક્ષેત્રમાં આ અતિ સુંદર હાથી થયો. સમુદ્રની ગાજ સમાન જેની ગર્જના છે તથા પવન સમાન જેની ગતિ છે, અતિ મદોન્મત્ત તથા ચંદ્રમા સમાન ઉજ્જ્વળ દાંત છે જેના તથા ગજરાજોના સર્વ ગુણોથી સંપન્ન છે જે વિજયાદિક હસ્તિ વંશમાં તેણે જન્મ લીધો. મહા કાંતિનો ધારક, ઐરાવત સમાન, સ્વછંદ સિંહ-વાઘ આદિનો હરનારો, મહા વૃક્ષોને ઉખેડનારો, પર્વતોના શિખરોને તોડનારો, વિદ્યાધરોથી ન પકડાય તો ભૂમિગોરિયોની તો શું વાત! તેના વાસથી સિંહાદિ નિવાસ છોડી ભાગી ગયા-આવો પ્રબળ ગજરાજ ગિરિના વનમાં નાના પ્રકારના ફળ-ફૂલનો ભોજન કરતો, માનસરોવરમાં ક્રીડા કરતો અનેક હાથીઓ સાથે વિહાર કરતો. ક્યારેક કૈલાસમાં વિલાસ કરતો તો ક્યારેક ગંગાના મનોહર પાણીમાં ક્રીડા કરતો, તથા અનેક વન-ગિરિ-નદી-સરોવરોમાં સુંદર ક્રીડા કરતો, હજારો હાથણી સાથે રમત કરતો, અનેક હાથીઓના સમૂહનો શિરોમણિ સ્વચ્છંદ વિચરતો, મેઘ સમાન ગર્જના કરતો, મદ ઝરતો એવો આ હાથી એક દિવસ લંકેશ્વરે જોયો તથા વિદ્યાના પરાક્રમથી એને વશમાં કર્યો તથા એનું ત્રૈલોક્યમંડન નામ રાખ્યું. અભિરામનો જીવ ભરત તથા મૃદુમતિનો જીવ આ હાથી તેમને ચંદ્રોદય-સૂર્યોદયના જન્મથી લઈને અનેકભવથી સંબંધ છે એટલે આ ભવમાં પણ ભરતને જોઈને પૂર્વભવ યાદ આવતાં હાથી શાંત થઈ ગયો. ભરત ભોગોથી દૂર રહ્યો, મોહથી દૂર રહ્યો. હવે મુનિપદ ધારણ કરવા ઇચ્છે છે અને આ જ ભવે નિર્વાણ પ્રાપ્ત કરશે, વધારે ભવ નહીં કરે. ઋષભદેવના સમયમાં આ બંને સૂર્યોદય તથા ચન્દ્વોદય નામના બે ભાઈ હતા. મારીચના ભરમાવાથી મિથ્યાત્વનું સેવન કરી ઘણા કાળ સુધી સંસારમાં

Loading...

Page Navigation
1 ... 101 102 103 104