Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 38
________________ ૫ [ વૈરાગ્યવર્ષા તે મૂઢ ગાય પોતાની પૂંછના અત્યંત રાગે ત્યાં જ ઊભી રહે છે, ત્યાં તેની પાછળ પડેલો વનચર શિકારી તેને પ્રાણ રહિત કરે છે. તેમ જગતમાં ઇન્દ્રિયવિષયાદિના તૃષાતુર જીવોને બહુધા એ જ રીતે વિપત્તિઓ પ્રાપ્ત થાય છે. ૨૫૮. (શ્રી આત્માનુશાસન) * આ શરીરના ચાળા જુઓ! નિરોગ શરીર ક્ષણમાં રોગરૂપે પરિણમી જાય છે. શરીરના રજકણો જે કાળે જેમ થવાના હોય તેમ થવાના જ, એમાં કોણ ફેરફાર કરી શકે? શરીરના પરમાણુને કેમ રહેવું એનું તારે શું કામ છે? તારે કેમ રહેવું તેનું તું સંભાળને! ૨૫૯. (દષ્ટિનાં નિધાન) * આ મનુષ્યના શરીર વિષે એક-એક અંગુલમાં છ—છ– રોગ હોય છે. તો બાકીના સમસ્ત શરીર વિષે કેટલા રોગ કહેવા એ સમજો. (આખા શરીરમાં પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણું હજાર પાંચસો ચોરાશી રોગ રહેલાં છે.) ૨૬૦. (શ્રી ભાવપાહુડી * ઇસ સંસારમેં દેહાદિ સમસ્ત સામગ્રી અવિનાશી નહીં હૈ, જૈસા શુદ્ધ બુદ્ધ પરમાત્મા અકૃત્રિમ હૈ, વૈસા દેહાદિમૅસે કોઈ ભી નહીં હૈ, સબ ક્ષણભંગુર હૈં, શુદ્ધાત્મતત્ત્વકી ભાવનાએ રહિત જો મિથ્યાત્વ વિષય-કષાય હૈં, ઉનસે આસક્ત હોકે જીવને જો કર્મ ઉપાર્જન કિયે હૈં, ઉન કરો જબ યહ જીવ પરભવમેં ગમન કરતા હૈ તબ શરીર ભી સાથ નહીં જાતા. ઇસલિયે ઇસ લોકમેં ઇન દેહાદિક સબકો વિનશ્વર જાનકર દેહાદિકી મમતા છોડના ચાહિયે, ઔર સકલ વિભાવ રહિત નિજ શુદ્ધાત્મ પદાર્થકી ભાવના કરની ચાહિયે. ૨૬૧. (શી પરમાત્મપ્રકાશ) * ભાઈ! તારી આ બધી પ્રવૃત્તિ મને તો રેતીમાં તેલ વૈરાગ્યવષ ] શોધવા જેવી અથવા વિષ પ્રાશન કરી (-ખાઈને) જીવન વૃદ્ધિ કરવાની ઇચ્છા જેવી વિચિત્ર અને ઉન્મત્ત લાગે છે. ભાઈ! આશારૂપ ગ્રહ (ભૂત)નો નિગ્રહ કરવામાં જ સુખ છે. તૃષ્ણાથી કોઈ કાળે કે કોઈ ક્ષેત્રમાં સુખ નથી. એ ટૂંકુ પણ મહદ્ સૂત્ર શું તને નથી સમજાતું? -કે આ વ્યર્થ પરિશ્રમ (-પ્રવૃત્તિ) તું કરી રહ્યો છે! ૨૬૨. (શ્રી આત્માનુશાસન) કે અરે! એક વાળો શરીરમાં નીકળતાં પીડાનો પાર રહેતો નથી. તો આ મારું શરીર, મારું ઘર, મારી સ્ત્રી, પુત્ર, મિત્ર, આ મારું ધન, આબરૂ એમ અનેક મારા એટલે કે ધનવાળો, શરીરવાળો, સ્ત્રી, પુત્ર, મિત્રવાળો એમ અનેક વાળાની પીડાનું એને ભાન નથી પણ પીડાય છે. ૨૬૩. (દષ્ટિનાં નિધાન) કે અહીં સંસારમાં રાજા પણ દૈવવશ થઈને રંક જેવો બની જાય છે તથા પુષ્ટ શરીરવાળો મનુષ્ય પણ કર્મોદયથી ક્ષણવારમાં જ મૃત્યુ પામી જાય છે. એવી અવસ્થામાં કયો બુદ્ધિમાન પુરુષ કમળપત્ર ઉપર રહેલાં જળબિંદુ સમાન વિનાશ પામનાર ધન, શરીર અને જીવન આદિ વિષયમાં અભિમાન કરે? અર્થાત્ ક્ષણમાં ક્ષીણ થનાર આ પદાર્થોના વિષયમાં વિવેકીજન કદી પણ અભિમાન કરતાં નથી. ૨૬૪. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * જો અજ્ઞાની જીવ ઇન્દ્રિયોકે ઇચ્છારૂપી રોગોંકા ઉપાય હી નિશ્ચયસે કરતા રહતા હૈ ઔર ઉસીકો સુખ માનતા હૈ ઇસસે બઢકર દુઃખકી બાત ઓર ક્યા હો સકતી હૈ? ૨૬૫. (શ્રી સારસમુચ્ચય) કે આત્માકો આત્માહીકે દ્વારા આત્મામેં હી શરીરસે ભિન્ન ઐસા વિચારના કિ જિસસે ફિર યહ આત્મા સ્વપ્નમેં ભી શરીરકી

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104