Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 79
________________ વૈરાગ્યવષ ] [૨] ભાઈ! શરીર તારું કહ્યું નથી માનતું તો તેના ઉપર પ્રેમ શા માટે કરે છે? -પૂજ્ય ગુરુદેવ ૧૪૭ | [ વૈરાગ્યવર્ધા થાય ? માસ્તરસાહેબે ગુરુદેવના ચરણસ્પર્શ કરીને કહ્યું-: ગુરુદેવ ! મારા ઉપર આવી કરુણા ચાલુ રાખજો. તા. ૩-૧૦૬૩ની સાંજે પૂજ્ય ભગવતી બેનશ્રી-બહેન પણ પધાર્યા હતા. બંને બહેનોને દેખીને માસ્તરસાહેબે પ્રસન્નતાથી કહ્યું : પધારો...માતાજી પધારો! આપે મારા ઉપર ઘણી કરુણા કરી. બેનશ્રીબેન કહે : તમે તો ગુરુદેવ પાસેથી ઘણું સાંભળ્યું છે,ઘણા વરસથી સાંભળ્યું છે તેનું રટણ કરવું. રોગની વેદના કાંઈ આત્મામાં થતી નથી, આત્મા તો જાણનાર છે-એનું લક્ષ રાખવું. હું ને દેહ જુદા છીએ, જ્ઞાન અને શાંતિનો પિંડ મારો આત્મા છે -તેનું ગ્રહણ કરવું. ગુરુદેવે ઘણો ઉપદેશ આપ્યો છે તે વારંવાર વિચારવું. આત્માનું રટણ કરવું, તે જ કરવાનું છે. “હું જાણનાર છું, મારામાં વેદના નથી, દુઃખ નથી, વ્યાધિ નથી; હું જ્ઞાન ને આનંદનો પિંડ છું.’ તમે તો ઘણું સાંભળ્યું છે ને ઘણાને શિખડાવ્યું છે; પોતે પોતાનું કામ કરવું. જાગૃતિ રાખવી; શાંતિ રાખવી. એમની પાસે સૌએ ગાવું, ભક્તિ કરવી ને ધર્મની વાતો કર્યા કરવી. તમે તો ગુરુદેવના શરણમાં આવ્યા છો....આ તો આરાધનાનો કાળ આવ્યો છે, માટે એના વિચાર કરવા. કોઈ સંભળાવે, ન સંભળાવે, પણ પોતે પોતાનું રટણ ચાલું રાખવું. (બીજું સપ્તાહ, તા. ૬-૧૦-૬૩ થી ૧૨-૧૯૬૩) ગુરુદેવ વૈરાગ્યનો ઉત્સાહ જગાડતાં કહે છે કે : ભાઈ, શરીરમાં ફેરફાર થાય તેમાં આત્માને શું ? વિકલ્પ ને ચિંતા કરવાથી શું મળે છે? ચિંતા શરીરને કામ આવે તેમ નથી, તેમ ચિંતા આત્માનેય કામ આવે તેમ નથી. આમ બંને બાજુથી તે નિરર્થક છે. શરીર થોડું જ કાંઈ તારું માનવાનું છે? આનંદ ને શાંતિ બધું આત્મામાં છે, બાકી આ ધૂળના ઢીંગલામાં કાંઈ નથી; મફતનો આમથી આમ, ને આમથી તેમ કર્યા કરે છે. શરીર તો છોડીને જવાનું છે, તે કાંઈ રહેવાનું નથી. અરે, આ શરીર તારું કહ્યું માનતું નથી તો તેની સાથે પ્રેમ શું કરવા કરે છે? પોતાનું માને નહિ એના ઉપર પ્રેમ શેનો? શરીરમાં આત્માનું ધાર્યું થાય નહિ. શરીરની ક્રિયા તે જડની ક્રિયા છે. જુઓને, સમયસાર વગેરેની ટીકામાં છેલ્લે આચાર્યદેવ કહે છે કે આ ટીકાના શબ્દોની રચના એ પરમાણુથી બનેલી છે, તે મારું કાર્ય નથી. જ્યાં ટીકા લખવાની આવી સ્થિતિ...ત્યાં આ તો ઠેઠ કયાં આવ્યું! ગુરુદેવ પધારતાં માસ્તરસાહેબે લાગણીપૂર્વક ઘણો ઉપકાર માન્યો...ગુરુદેવે કહ્યું-: આજે પ્રવચનમાં આવ્યું હતું કે આત્મા

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104