Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi
View full book text
________________
૧૭૨
વૈરાગ્યવષ ]
કાળી કેશપટ્ટી વિષે, શ્વેતતા છવાઈ ગઈ; સૂંઘવું સાંભળવું ને, દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ; વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં, લાકડી લેવાઈ ગઈ; અરે! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ, મમતા મરાઈ ગઈ.
૧૭૧
[ વૈરાગ્યવર્ધા ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા; જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્યભાવે યથા.
અશુચિ ભાવના ખાણ મૂત્રને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.
અંતર્દર્શન-નિવૃત્તિ-બોધ અનંત સૌખ્ય નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા! અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં, વિચિત્રતા!! ઉઘાડ ન્યાય-નેત્રને, નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શીદ્યમેવ ધારી, તે પ્રવૃત્તિ બાળ તું.
જ્ઞાન, ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવપાર.
) છે તૃષ્ણાની વિચિત્રતા છે. હતી દીનતાઈ ત્યારે, તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે, તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે, તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે, તાકી નપતાઈને; મળી નૃપતાઈ ત્યારે, તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે, તાકી શંકરાઈને; અહો! રાજચંદ્ર માનો, માનો શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તોય, જાય ન મરાઈને.
(જી. કરચલી પડી દાઢી, ડાચાં તણો દાટ વળ્યો,
કરોડોના કરજના, શિર પર ડંકા વાગે, રોગથી રૂંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યાં, પેટ તણી વેઠ પણ, શકે ન પુરાઈને; પિત અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાઈને; અરે ! રાજચંદ્ર તોય, જીવ ઝાવા દાવા કરે, જંજાળ ઇંડાય નહીં, તજી તૃષ્ણાઈને.
થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, જીવન-દીપક પામયો, કેવળ ઝંખાઈને; છેલ્લી ઇસે પડ્યો ભાળી, ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય, તો તો ઠીક ભાઈને; હાથને હલાવી ત્યાં તો, ખીજી બુઢંઢે સૂચવ્યું છે, બોલ્યા વિના બેસ, બાળ તારી ચતુરાઈને! અરે! રાજચંદ્ર દેખો, દેખો આશાપાશ કેવો! જતાં ગઈ નહીં ડોસે મમતા મરાઈને!
=

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104