Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 90
________________ ૧૬૯ [ વૈરાગ્યવર્ષા આ રીતે ગુરુદેવની વૈરાગ્યવાણીનાં શ્રવણપૂર્વક અને દેવગુરુના શરણની ભાવનાપૂર્વક શ્રી હીરાચંદભાઈ માસ્તર સ્વર્ગવાસ પામ્યા. છ ગુરુદેવ પ્રત્યે ક્ષમાપના-સ્તુતિ છે ગુરુદેવ! તારા ચરણમાં ફરી ફરી કરું હું વંદના, સ્થાપી અનંતાનંત તુજ ઉપકાર મારા હૃદયમાં.૧. કરીને કૃપાદૃષ્ટિ, પ્રભુ! નિત રાખજો તુમ ચરણમાં, રે! ધન્ય છે એ જીવન જે વીતે શીતળ તુજ છાંયમાં.૨. ગુરુદેવ! અવિનય કંઈ થયો, અપરાધ કંઈ પણ જે થયા, કરજો ક્ષમા અમ બાળને, એ દીનભાવે યાચના.૩. મન-વચન-કાય થકી થયા જાણ્યે-અજાણ્યે દોષ જે, કરજો ક્ષમા સૌ દોષની, હે નાથ! વિનવું આપને.૪. તારી ચરણ સેવા થકી સૌ દોષ સહેજે જાય છે, ક્રોધાદિ ભાવ દૂરે થઈ ભાવો ક્ષમાદિક થાય છે.પ. ગુરુવર! નમું હું આપને, જીવનના આધારને, વૈરાગ્યપૂરિત જ્ઞાન-અમૃત સીંચનારા મેઘનં.૬. મિથ્યાત્વભાવ મૂઢ થઈ નિજતત્ત્વ નહિ જાણ્યું અરે! આપી ક્ષમા એ દોષની આ પરિભ્રમણ ટાળો હવે.૭. સમ્યક્ત્વ-આદિક ધર્મ પામું, તુજ ચરણ-આશ્રય વડે, જય જય થજો પ્રભુ આપનો, સૌ ભક્ત શાસનના ચહે.૮. વૈરાગ્યવર્ધા ] શ્રીમદ્ રાજચંદ્રકૃત અનિત્યાદિ ભાવના અનિત્ય ભાવના વિદ્યુત્ લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ! અશરણ ભાવના સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય ાશે. એકત્વ ભાવના શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ-આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે. રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂડ્યો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિભૂપતિ; સંવાદે પણ ઇંદ્રથી દૃઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. ૧૭૦ અન્યત્વ ભાવના ના માાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં મૃત સ્નેહિયો સ્વજન કે, ના ગોત્ર, કે જ્ઞાત ના; ના માાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે! રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્યવેગે ગયા; છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્ય જ્ઞાની થયા;

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104