Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 83
________________ વૈરાગ્યવષ ] ૧૫૬ [૪] મરણટાણે જિંદગીના અભ્યાસનો સરવાળો આવે છે; એ વખતે ભેદજ્ઞાનપૂર્વક કે તેની ભાવનાપૂર્વક શાંતિથી દેહ છોડે તેનું ડહાપણ સાચું. -પૂજ્ય ગુરુદેવ ૧૫૫ [વૈરાગ્યવર્ધા તો રોગનું ઘર છે. એમાંથી આત્મા જેવો ભિન્ન છે તેવો કાઢી લેવો. પહેલાં દૃષ્ટિમાં ને જ્ઞાનમાં એને જુદો તારવી લેવો. માસ્તરને ઢીલા દેખીને ગુરુદેવે કહ્યું : આત્મામાં તો વીરતા ભરેલી છે, આ મોળાશ કેમ થઈ જાય છે? આત્મા તો વીર છે. શરીર જવાની તૈયારી હોય તો રાખવાનું શું કામ છે? આત્માને શરીર જોઈતું નથી, તે જતું હોય તો ભલે જાય. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે ને? કે એકાકી વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો... આત્માને શરીર જોઈતું નથી ને સિંહ ખાઈ જતા હોય તો ભલે લઈ જાય...મુનિને ક્ષોભ થતો નથી...એ તો જાણે મિત્ર મળ્યો! આવી અપૂર્વદશા ક્યારે આવશે તેની ભાવના ભાવી છે. સંસાર છે એ તો....શરીરનું હાલ્યા જ કરે....ખરું તો આત્માનું કરવાનું છે. બેસતાં વર્ષે ગુરુદેવે માંગલિક સંભળાવ્યું. જ્ઞાનસૂર્ય તે મંગલ પ્રભાત છે; દેહ તો જીર્ણ થાય છે. અંદર રાગદ્વેષને જીર્ણ કરવા. (ચોથું સપ્તાહ, તા. ૨૦-૧૦૬૩ થી ૨૭-૧૦-૬૩) શરીર નબળું પડવા માંડ્યું પણ આત્મામાં બેહદ સામર્થ્ય છે.... ‘જ્ઞ’ સ્વભાવ....સર્વજ્ઞસ્વભાવ....બેહદસ્વભાવથી આત્મા ભરેલો છે; જેનો “જ્ઞ' સ્વભાવ તેને જાણવામાં વળી હદ શી! જગતને મરણની બીક છે પણ જ્ઞાનીને તો આનંદની લહેર છે. મરણ કોનું? આત્મવસ્તુ શાશ્વત છે એનું ભાન થયું ત્યાં મરણનો ભય નીકળી ગયો. જન્મ કોણ ને મરે કોણ? શરીર અને આત્માની ભિન્નતાનો જે અભ્યાસ કર્યો તેના પ્રયોગના આ ટાણા છે. સં. ૧૯૬૬માં મોરબીના ડાહ્યાભાઈની એક નાટક મંડળી હતી તે મીરાંબાઈ વગેરેના નાટક પાડતી; પછી જયારે એ ડાહ્યાભાઈને છેલ્લું ટાણું આવ્યું ત્યારે તે પોતાને સંબોધીને કહે છે કે “ડાહ્યા! તારું ડહાપણ જાણું-જો અત્યારે શાંતિ રાખ તો!' એટલે જિંદગીમાં નાટક પાડીને બીજાને તો બહુ બોધ આપ્યો પણ હવે મરણ ટાણે તું તારી શાંતિમાં રહે તો તારું ડહાપણ સાચું. (આ એક લૌકિક દૃષ્ટાંત છે.) તેમ મરણના ટાણા આવે ત્યારે ભેદજ્ઞાનપૂર્વક તેની ભાવનાપૂર્વક શાંતિથી દેહ છોડે તેનું ડહાપણ સાચું. મરણ ટાણે જિંદગીના અભ્યાસનો સરવાળો આવે છે.

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104