Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 74
________________ ૧૩૭ [ વૈરાગ્યવર્ધા વિષયોથી વિમુખ થઈને આત્માને સાધી લે.) પ૯૫. (શ્રી પાહુડ દોહા) * જેમ અગ્નિ ઈધન વડે તૃપ્ત થતી નથી, સમુદ્ર હજારો નદી વડે તૃપ્ત થતો નથી, તેમ સંસારી જીવ ત્રણલોકનો લાભ પ્રાપ્ત થાય તોપણ તૃપ્તિ પામતો નથી. ૫૯૬. (શ્રી ભગવતી આરાધના) * જો કર્મકો મેં ઉદયમેં લાકર ભોગને ચાહતા થા વહ કર્મ આપ હી આ ગયા, ઇસસે મેં શાંતચિત્તસે ફલ સહન કર ક્ષય કરું, યહ કોઈ મહાન હી લાભ હુઆ. ૧૯૭. (શ્રી પરમાકાશ) * મનુષ્યપર્યાયની એક એક ક્ષણ મોટા કૌસ્તુભમણિથી પણ કિંમતી છે. એમાં ચોરાશીની ખાણમાંથી નીકળવાનું કરવાનું છે. એક ક્ષણ ક્રોડો અને અબજો રૂપિયાથી પણ અધિક છે. ચક્રવર્તીના છ ખંડના રાજ્યથી પણ એક સમય થોડી મળે છે? એમાં (-મનુષ્યપર્યાયમાં) આ એક જ કરવા લાયક છે. ૧૯૮. (દષ્ટિનાં નિધાન) કે તમે ભાગ્ય-ઉદયથી મનુષ્યપર્યાય પામ્યા છો તો સર્વ ધર્મનું મૂળ કારણ સમ્યગ્દર્શન અને તેનું મૂળ કારણ તત્ત્વનિર્ણય તથા તેનું પણ મૂળ કારણ શાસ્ત્રાભ્યાસ, તે અવશ્ય કરવાયોગ્ય છે, પણ જે આવા અવસરને વ્યર્થ ગુમાવે છે તેમના ઉપર બુદ્ધિમાન કરુણા કરે છે. ૫૯૯. (શ્રી સત્તાસ્વરૂપ) * શ્રીગુરુ ભગવાસી જીવોને ઉપદેશ આપે છે કે તમને આ સંસારમાં મોહનિદ્રા લેતાં અનંતકાળ વીતી ગયો; હવે તો જાગો અને સાવધાન અથવા શાંતચિત્ત થઈને ભગવાનની વાણી સાંભળો !કે જેનાથી ઇન્દ્રિયોના વિષય જીતી શકાય છે. મારી પાસે આવો, વૈરાગ્યવષ ] ૧૩૮ હું કર્મકલંક રહિત પરમ આનંદમય તમારા આત્માના ગુણ તમને બતાવું. શ્રીગુરુ આવાં વચનો કહે છે તોપણ સંસારી મોહી જીવ કાંઈ ધ્યાન આપતા નથી, જાણે કે તેઓ માટીના પૂતળા છે અથવા ચિત્રમાં દોરેલાં મનુષ્ય છે. ૬00. (શ્રી નાટક સમયસાર) * ઇસ સંસારરૂપી રંગભૂમિ પર યહ જીવ નાના પ્રકાર કે શરીરરૂપ વેષ ધારણ કર નટકી તરહ નાટ્ય-લીલા કરતા હૈ, જિસપ્રકાર રંગભૂમિમેં નટ અનેક પ્રકાર ચિત્ર-વિચિત્ર પાત્રોકે રૂપ ધારણ કર ઉન્હીં જૈસી ચેષ્ટા કરતા હૈ ઔર દર્શકલોગોનો વાસ્તવિકકી સી ભ્રાંતિ કરી દેતા હૈ, ઉસી પ્રકાર યહ જીવ ભી જન્મ-મરણરૂપ ઇસ સંસાર-રંગભૂમિ પર મનુષ્ય, તિર્યંચ, નરક, દેવ ઇન ગતિયોંમેં નાના પ્રકારકી એકેન્દ્રિયાદિ જાતિયોમેં જન્મ લેકર નાના પ્રકારથી શુભ-અશુભભાવરૂપ ચેષ્ટા કરતા હુઆ અપને પૂર્વોપાર્જિત નાના પ્રકારકે કર્મોના સુખ-દુઃખ ફલ ભોગતા હુઆ ભ્રમણ કરતા હૈ ઉસ સમય ઉસસે તન્મય હોકર મેં ઉસ પર્યાયરૂપ હી હૈં ઐસા ભ્રમસે માનતા હૈ. ૬૦૧. શ્રી સુભાષિતરત્નસંદોહ) * હમણાં તો મોટર-ટ્રેઈન-પ્લેન આદિના અકસ્માતથી કેટલાય માણસો મરી ગયાનું સંભળાય છે. આંખ ખૂલે ને સ્વપ્ન ચાલ્યું જાય, તેમ દેહ અને ભવ ક્ષણમાં ચાલ્યો જાય છે. હાર્ટફેઈલ થતાં ક્ષણમાં નાની-નાની ઉંમરમાં ચાલ્યા જાય છે. અરે ! આ સં....સા...૨! નરકમાં અનાજનો દાણો પણ ન મળે, પાણીનું બિંદુ ન મળે તે પ્રતિકૂળતાનો પાર નહીં એવી સ્થિતિમાં અનંતવાર ગયો પણ ત્યાંથી નીકળ્યો ત્યાં બધું ભૂલી ગયો. એનો જરા વિચાર કરે તો એ બધાં દુઃખથી છૂટવાનો રસ્તો શોધે. અહા! આવો માનવભવ મળ્યો છે અને આવું સત્ય સમજવાનો જોગ મળ્યો છે

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104