Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 66
________________ ૧૨૧ [ વૈરાગ્યવર્ધા * પર વિર્ષ અનુકંપા હૈ સો આપ હી વિષે અનુકંપા હૈ, જાતે પરકા બુરા કરના વિચારે તબ અપને કષાયભાવમૈં અપના બુરા સ્વયમેવ ભયા. પરકા બુરા ન વિચારે તબ અપને કષાયભાવ ન ભયે તબ અપની અનુકંપા હી ભઈ. ૫૧૩. (શ્રી દર્શનપાહુડ) કે બીજી આડી અવળી વાતો કરવાનું છોડો; તે તો માત્ર એક-બે શબ્દોથી ટૂંકમાં જ પતાવી દો, ને સદાય નિજાત્મતત્વના અભ્યાસ વડે આત્મગુણોની વૃદ્ધિ કરો. ૫૧૪. (શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક) * જો કોઈ કિસી મનુષ્યકો મર જાને કે બદલે મેં નગર, પર્વત તથા સુવર્ણ રન ધન ધાન્યાદિકસે ભરી હુઈ સમુદ્ર પયંતકી પૃથ્વીકા દાન કરે તો ભી અપને જીવનનો ત્યાગ કરનેમેં ઉસકી ઇચ્છા નહિ હોગી. ભાવાર્થ-મનુષ્યોંકો જીવન ઇતના પ્યારા હૈ કિ મરને કે લિયે જો કોઈ સમસ્ત પૃથ્વીકા દાન દે તો ભી મરના નહિ ચાહતા. ઇસ કારણ એક જીવકો બચાનેમેં જો પુણ્ય હોતા હૈ વહ સમસ્ત પૃથ્વી કે દાનસે ભી અધિક હોતા હૈ, ૫૧૫. (શ્રી જ્ઞાનાર્જ) * જેને જીવન અને ધનની આશા છે, તેને માટે કર્મ વિધાતારૂપ બને છે, પરંતુ જે મહાભાગ્યને આશાનો જ અભાવ વર્તે છે, તેને વિધાતા શું કરી શકે એમ છે? ૫૧૬. (શ્રી આત્માનુશાસન) * જેમ સૂર્યનો ઉદય અસ્ત થવા માટે થાય છે તેવી જ રીતે નિશ્ચયથી સમસ્ત પ્રાણીઓનું આ શરીર પણ નષ્ટ થવાને માટે ઉત્પન્ન થાય છે. તો પછી કાળ પામીને પોતાના કોઈ બંધુ વગેરેનું મરણ થતાં કયો બુદ્ધિમાન મનુષ્ય તેને માટે શોક કરે ? અર્થાત્ તેને માટે કોઈ પણ બુદ્ધિમાન શોક કરતો નથી. ૫૧૭. વૈરાગ્યવષ ] ૧૨૨ (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * હું એમ સમજું છું કે જે પુરુષ જિનધર્મીઓની સહાયતા કરે છે તેનું નામ લેતાં પણ મોહકર્મ લજ્જાયમાન થઈને મંદ પડી જાય છે, અને તેના ગુણગાન કરવાથી કર્મો ગળી જાય છે. ૫૧૮. (ગ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા) * જિસકે વશમેં પાંચ ઇન્દ્રિયાં હૈ ઔર જિસકા મન દુષ્ટ યા દોષી નહીં હૈ, જિસકા આત્મા ધર્મમેં રત હૈ, ઉસકા જીવન સફલ હૈ. ૫૧૯. (શ્રી સારસમુચ્ચય) કે કામકી ચાહકે દાહકો સહ લેના અચ્છા હૈ પરંતુ શીલ યા બ્રહ્મચર્યકા ખંડન અચ્છા નહીં હૈ. જો માનવ શીલખંડનકી આદત ડાલ દેતે હૈં, નિશ્ચયસે ઉનકા નરકમેં પતન હોતા હૈ. પ૨૦, (શ્રી સારસમુચ્ચય) * હે મૂઢ પ્રાણી! અનેક પ્રકારની અસત્ય કળા, ચતુરાઈ, શૃંગાર આદિ ખોટી વિદ્યાઓના કૌતૂહલથી પોતાના આત્માને ઠગ નહિ, પણ તારે કરવા યોગ્ય જે કંઈ હિતકર કાર્ય છે તેને કર. જગતની આ સમસ્ત કળાઓનું જ્ઞાન વિનાશીક છે. શું તું આ વાત નથી જાણતો? પ૨૧. (શ્રી જ્ઞાનાર્ણવ) * મોહના ઉદયથી ઉત્પન્ન થયેલી મોક્ષપ્રાપ્તિની પણ અભિલાષા તે મોક્ષની પ્રાપ્તિમાં વિદન નાખનાર બને છે, તો પછી ભલા, શાંત મોક્ષાભિલાષી જીવ બીજી કઈ વસ્તુની ઇચ્છા કરે ? કોઈની પણ નહિ. ૫૨૨. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જે શ્રાવકે જ્યાં ત્યાં દોડવાવાળા મનને વશ કર્યું છે તેણે સંતોષરૂપ અમૃતને પ્રાપ્ત કરીને કયા સુખને પ્રાપ્ત કર્યું નથી?

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104