Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 52
________________ ૯૩ [ વૈરાગ્યવર્ધા (શ્રી સારસમુચ્ચય) * પ્રાણિયોકે જિસ દોષકો તીવ્ર મિથ્યાત્વરૂપ શત્રુ કરતા હૈ ઉસે યહાં ન સિંહ કરતા હૈ, ન સર્ષ કરતા હૈ, ન હાથી કરતા હૈ, ન રાજા કરતા હૈ ઔર ન અતિશય ક્રોધકો પ્રાપ્ત હુઆ બલવાન શત્રુ ભી કરતા હૈ. (તાત્પર્ય યહ કિ પ્રાણિયોંકા સબસે અધિક અહિત કરનેવાલા એક યહ મિથ્યાત્વ હી હૈ.) ૩૮૨. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * જેમ કોઈ મૂર્ખ સુવર્ણના થાળમાં ધૂળ ભરે છે, અમૃત વડે પોતાના પગ ધૂએ છે, શ્રેષ્ઠ હાથી ઉપર લાકડાનો ભાર ઉપડાવે છે તથા કાગડાને ઉડાડવા માટે પોતાના હાથ વડે ચિંતામણિ ફેંકી ઘે છે તેમ અજ્ઞાની જીવ પ્રાપ્ત થયેલ અત્યંત દુર્લભ મનુષ્યજન્મને પ્રમાદને વશ થઈને વ્યર્થ ગુમાવે છે. ૩૮૩. (શ્રી સુક્તિ-મુક્તાવલી) * જેમ કોઈ મનુષ્ય બહુમૂલ્ય ચંદનને અગ્નિ માટે બાળે છે, તેમ અજ્ઞાની જીવ વિષયોની વાંછામાં નિર્વાણનું કારણ જે મનુષ્યભવ તેનો નાશ કરે છે. ૩૮૪. (શ્રી ભગવતી આરાધના) * દુર્લભ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિય-વિષયોમાં રમે છે તે રાખને માટે દિવ્ય અમૂલ્ય રત્નને બાળે છે. ૩૮૫. (શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષ) * જેમ કોઈ મૂર્ખ મનુષ્ય રાખને માટે અતિ મૂલ્યવાન ચંદનને બાળી નાંખે તેમ અજ્ઞાની જીવ વિષયોના લોભથી મનુષ્યભવને નષ્ટ કરે છે. જેમ કોઈ મૂર્ખ મનુષ્ય રત્નદ્વીપમાં જઈને પણ ત્યાંના રત્નોને છોડીને લાકડાનો ભાર લઈ આવે તેમ મનુષ્યભવરૂપી રત્નદ્વીપમાં વૈરાગ્યવષ ] આવીને પણ અજ્ઞાની જીવ ધર્મરત્નોને છોડીને ભોગોની અભિલાષા કરે છે. - જેમ નંદનવનમાં જઈને પણ કોઈ મૂર્ખ મનુષ્ય અમૃતને છોડીને વિષ પીવે, તેમ મનુષ્યભવરૂપી નંદનવનમાં આવીને પણ અજ્ઞાની જીવ ધર્મ-અમૃતને છોડીને ભોગની અભિલાષારૂપ ઝેર પીવે છે. ૩૮૬. (શ્રી ભગવતી આરાધના) * જેમ ચિન્તામણિરત મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે તેમ જ ત્રસનો પર્યાય મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. (ત્યાં પણ) ઇયળ, કીડી, ભમરો વગેરેના શરીરો વારંવાર ધારણ કરીને મરણ પામ્યો અને ઘણી પીડા સહન કરી. ૩૮૭. (all sodiou) કે આ જગતમાં અનંત જીવ એવા છે કે જેને દ્વીન્દ્રિયાદિ સ્વરૂપની પ્રાપ્તિ કદી થઈ નથી. મિથ્યાત્વાદિ ભાવકલંકથી ભરેલ જીવ સર્વ કાળ નિગોદવાસને છોડતાં નથી. સૂમ વનસ્પતિરૂપથી રહેલ એવા જીવ અનંત છે. (આ સંસારમાં જીવને ત્રપણું પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે.) ૩૮૮. (શ્રી મૂલાચાર) * તિર્યંચમાંથી નીકળી મનુષ્યગતિ પામવી અતિ દુર્લભ છે. જેમ ચાર પંથ વચ્ચે રત્ન પડી ગયું હોય તો તે મહાભાગ્ય હોય તો જ હાથમાં આવે છે તેમ, (માનવપણું) દુર્લભ છે. વળી આવો દુર્લભ મનુષ્યદેહ પામીને પણ જીવ મિથ્યાષ્ટિ બની પાપ ઉપજાવે છે. ૩૮૯. (શ્રી સ્વામી કાર્તિકેયાપેલા) * નરભવ કાંઈ સદા તો રહે નહિ, સાક્ષાત્ મોક્ષસાધન જ્ઞાનકળા આ ભવ વિના અન્ય જગ્યાએ ઊપજતી નથી. માટે વારંવાર કહીએ છીએ કે-નિજબોધકળાના બળ વડે નિજસ્વરૂપમાં રહો. નિરંતર એ જ યત્ન કરો. આવું વારંવાર કહેવું તો બાળક

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104