Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 62
________________ ૧૧૩ [ વૈરાગ્યવર્ધા * હે જીવ! જ્યાં દુષ્કૃત્યનો વાસ છે એને તું ગૃહવાસ ન સમજ. ચોક્કસ એ તો યમનો ફેલાયેલો ફંદો છે. તેમાં શંકા નથી. ૪૬. (શ્રી પાહુડદોહા) કે યહ જીવ નીચ યોનિયોમેં દીર્ઘકાલ તક અનેક તરહસે જબ ભ્રમણ કર ચુકતા હૈ તબ કહીં પુણ્યકે યોગસે એક બાર ઉચ્ચ યોનિમેં જન્મ પ્રાપ્ત કરતા હૈ ઐસી દશામૈં કૌન ઐસા હૈ જો અહંકાર કરે? ૪૭૭. (શ્રી સારસમુચ્ચય) * નરકભૂમિની સામગ્રી તથા નારકીઓનું વિકરાળરૂપ જેવું છે તેવું જો કોઈને એક ક્ષણમાત્ર પણ સ્વપ્નમાં દેખાડે તો તે ભયથી પ્રાણ રહિત થઈ જાય. નારકીઓના દેહાદિનો એક કણ અહીં આવે તો તેની દુર્ગધથી અહીંના હજારો પંચેન્દ્રિય જીવો મરણ પામે. નારકીઓના શબ્દ એવા ભયંકર તથા કઠોર છે કે જો અહીં સાંભળવામાં આવે તો હાથીઓના ને સિંહોના હૃદય ફાટી જાય. નરકમાં જે દુઃખદાયી સામગ્રી છે તેનો સ્વભાવ દેખાડવા કે અનુભવ કરાવવા સમસ્ત મધ્યલોકમાં કોઈ વસ્તુ દેખાતી નથી. નરકમાં જે દુઃખ છે તે કોઈ કરોડો જીભ વડે કરોડો વર્ષ સુધી કહે તોપણ એક ક્ષણમાત્રના દુઃખને કહેવા સમર્થ નથી. ૪૭૮. (શ્રી રત્નકડાવકાચાર) * ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પરિપાટીને સમજનાર ગુણીજનનો શોક તો સ્વયં નષ્ટ થઈ જાય છે. મધ્યમ બુદ્ધિમાનનો શોક આંખમાંથી બે-ચાર આંસુ સારવાથી શાંત થાય છે; પરંતુ જઘન્ય મતિમાનનો શોક તો મરણ સાથે જ જાય છે. ૪૭૯. વૈરાગ્યવર્ધા ] ૧૧૪ (શ્રી સુભાષિતરત્નસંઠોઈ) * યહ કામ દોષોંકી ખાન હૈ ઔર ગુણોકા નાશ કરનેવાલા હૈ, પાપકા નિજબંધુ હૈ ઔર યહી બડી બડી આપત્તિયોંકી સંગમ કરાનેવાલા હૈ. ૪૮૦. (શ્રી સારસમુચ્ચય) * જે સૂર્યદેવ એક જ દિવસમાં પ્રાત:કાળે ઉદયનો અનુભવ કરે છે અને ત્યાર પછી મધ્યાહ્નમાં ખૂબ ઊંચે ચડીને લક્ષ્મીનો અનુભવ કરે છે તે પણ જ્યારે સાયંકાળમાં નિશ્ચયથી અસ્ત પામે છે. ત્યારે જન્મ-મરણાદિ-સ્વરૂપ ભિન્ન ભિન્ન અવસ્થાઓ થતાં કયા મનુષ્યના હૃદયમાં વિષાદ રહે છે? અર્થાત્ એવી દશામાં કોઈએ પણ વિષાદ ન કરવો જોઈએ. ૪૮૧.(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) કે “મને જ્ઞાનવંતને એ વિષયાશારૂપ શત્રુ કાંઈ પણ કરી શકે એમ નથી.” એ પ્રકારના જ્ઞાનમદથી ઉન્મત્ત થઈ એ આશારૂપ શત્રુથી જરા પણ ઉપેક્ષિત રહેવું યોગ્ય નથી. ત્રણ લોક જેણે વશ કરી રાખ્યો છે એવા એ આશારૂપ શત્રુને અલ્પ ગણવો યોગ્ય નથી. ત્રણ જગતનો મહાભયંકર અને અદ્વિતીય વેરી એ જ છે. તેને તો સમ્યક પ્રકારે વિચારી વિચારીને મૂળથી સર્વથા ક્ષીણ કરવો જોઈએ. જુઓ, અનંત અને અગાધ સમુદ્રમાં રહેલો વડવાગ્નિ મહાન સમુદ્રને પણ બાધા ઉપજાવે છે અર્થાત્ શોષણ કરે છે, તેમ નાની સરખી વિષયાશા આત્માના અગાધ જ્ઞાનસમુદ્રને મલિન કરે છે, આવરણ કરે છે, તેનાથી તો નિરંતર સાવચેત રહેવું જોઈએ. વળી જગતમાં પણ જોવામાં આવે છે કે શત્રુએ જેને દબાવી રાખ્યો છે, તેને શાંતિ કયાંથી હોય? ૪૮૨. (શ્રી આત્માનુરાસન) * અબ સંસારકો છેદ કરનેવાલી ઉસ બોધિનો પાકર બુદ્ધિમાનકો એક ક્ષણમાત્ર ભી પ્રમાદ કરના ઉચિતું નહીં હૈ. ૪૮૩.

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104