________________
૬૩
[વૈરાગ્યવર્ધા સૂર્યનો ઉદય-અસ્ત થાય છે અને પ્રતિદિન જિંદગી ઓછી થાય છે. જેવી રીતે કરવત ખેંચવાથી લાકડું કપાય છે, તેવી જ રીતે કાળ શરીરને ક્ષણે ક્ષણે ક્ષીણ કરે છે. આમ છતાં પણ અજ્ઞાનીજીવ મોક્ષમાર્ગની શોધ કરતો નથી અને લૌકિક સ્વાર્થ માટે અજ્ઞાનનો ભાર ઉપાડે છે, શરીર આદિ પરવસ્તુઓમાં પ્રેમ કરે છે, મન, વચન, કાયાના યોગોમાં અહંબુદ્ધિ કરે છે અને સાંસારિક વિષયભોગોથી જરા પણ વિરક્ત થતો નથી. ૨૫૦.
(શ્રી નાટક સમયસાર) * પ્રાણીઓનું જેટલું ઉગ્ર અહિત સંસારમાં ઇન્દ્રિયવિષયરૂપી શત્રુ કરે છે તેટલું અહિત મદોન્મત્ત હાથી, માંસલોલુપી સિંહ, ભયંકર રાહુ, ક્રોધાયમાન રાજા, અતિ તીણ વિષ, અતિ કુદ્ધ યમરાજ, પ્રજ્વલિત અગ્નિ અને ભયંકર શેષનાગ આદિ પણ નથી કરતાં. અર્થાત્ હાથી આદિ એક જ ભવમાં દુઃખ આપે છે અથવા અનિષ્ટ કરે છે; પરંતુ ભોગવેલા ઇન્દ્રિયવિષય ભવભવમાં દુઃખ દેનારા છે. ૨૫૧. |
(શ્રી સુભાષિતરત્નસંદોહ) * જેમ કંદોઈને ત્યાં ચૂલામાં ઊંચેથી તેલના ઊકળતાં કડાયામાં પડેલો સર્પ અર્ધા તો બળી ગયો પણ તે બળતરાથી બચવા માટે ચૂલામાં ઘુસી જતાં આખો બળી ગયો. તેમ જગતના જીવો પુણ્યપાપમાં તો બળી જ રહ્યા છે અને તેમાં એ વિશેષ સુખની લાલસામાં વિશેષ બળાય છે એવા વિષયોમાં ઝંપલાવી સુખ માને છે. ૨૫૨.
(દષ્ટિનાં નિધાન) * શરીરાશ્રિત ઇન્દ્રિયોંકા સ્વભાવ ઐસા દેખા ગયા હૈં કિ વે આત્માકો અહિતકારી વિષયભોગકા સંભોગ મિલાતી હૈ ઔર ઉનમેં તન્મય કરાકર પ્રાણીકો સંસારમેં ભ્રમણ કરાતી હૈં, જો સમ્યગ્દષ્ટિ જિનવાણી પર વિશ્વાસ લાતા હૈ, વહ આત્માકે અતીન્દ્રિય
વૈરાગ્યવષ ] સુખ પર નિશ્ચય રખતા હુઆ ઇન્દ્રિયકે સુખોંસે વિરક્ત રહતા હૈ. ૨૫૩.
(શ્રી ઉપદેશ-શુસાર) * જન્મ-મરણ એ જેના માતા-પિતા છે, આધિ-વ્યાધિ એ બે જેના સહોદર ભાઈ છે અને વૃદ્ધાવસ્થા જેનો પરમ મિત્ર છે એવા શરીરમાં રહીને તું અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર આશામાં વહી રહ્યો છે એ એક આશ્ચર્ય છે. ૨૫૪. (શ્રી આત્માનુશાસન)
શત્રુઓ, માતા-પિતા, સ્ત્રીઓ, ભાઈઓ, પુત્રો અને સ્વજનો (એ બધાં) મારા શરીરનો અપકાર-ઉપકાર કરે છે, મારા ચેતનાત્માનો નહિ. મારા ચેતન આત્માથી એ અચેતન શરીર વાસ્તવમાં ભિન્ન છે. તેથી તે શત્રુઓ પર દ્વેષ અને સ્વજનાદિમાં રાગ કરવો મારા માટે કેવી રીતે ઉચિતું હોઈ શકે? કેમ કે તે મારા આત્માનો કોઈ ઉપકાર તથા અપકાર કરતાં નથી. ૨૫૫.
(શ્રી યોગસાર પ્રાભૃત) * ઉન્મત્ત પુરુષની માફક તથા વાયુથી તરંગિત સમુદ્રના તરંગોની માફક ભોગાભિલાષા જીવોને કેવળ મિથ્યાત્વકર્મના વિપાકથી વિપાકવશ થવાથી) વ્યર્થ જ સૂરે છે. ૨૫૬.(શ્રી પંચાધ્યાયી)
* સાધુ પુરુષનું ચિત્ત એક પાકો (શ્વેત) વાળ દેખવાથી જ શીઘ વૈરાગ્ય પામી જાય છે. પરંતુ તેનાથી વિપરીત અવિવેકી મનુષ્યની તૃષ્ણા પ્રતિદિન વૃદ્ધત્વ સાથે વધતી જાય છે અર્થાત્ જેમ જેમ તેની વૃદ્ધાવસ્થા વધતી જાય છે તેમ તેમ ઉત્તરોત્તર તેની તૃષ્ણા પણ વધતી જાય છે. ૨૫૭. (શ્રી પદ્મનંદિ પંચવિરાતિ)
* જુઓ! ભીલ અથવા વ્યાઘાદિના ભયથી ભાગતી ચોરી ગાયની પૂંછ દૈવયોગથી કોઈ વાડ-વેલાદિમાં ગૂંચાઈ જાય છે ત્યારે