Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 35
________________ | [ વૈરાગ્યવર્ધા * હે મન! તેરે દ્વારા જો અનેક પ્રકારકે ભોગ, ભોગ-ભોગ કરકે છોડે જા ચુકે હૈં, અહો! બડે ખેદકી બાત હૈ કિ તૂ વાર વાર ઉનહી કો ઇચ્છા કરતા હૈ, વે ભોગ તેરી ઇચ્છામેં અગ્નિ ડાલનેકે સમાન હૈ અર્થાત્ તૃષ્ણાકો બઢાનેવાલે હૈં. તૃષ્ણાકી બુદ્ધિકો રખનેવાલા ઐસા તૂ જો હૈ, સો તેરી તૃપ્તિ ઉન ભોગોંસે કભી ભી નહીં હો સકતી હૈ. જૈસે કડી ધૂપશે તપ્તાયમાન સ્થાનમેં યા આગમે તપાએ હુએ સ્થાનમેં કિસ તરહ વેલ ઉગ સકતી હૈ? ૨૩૭. (શ્રી તત્ત્વભાવના) * આ જીવ અતિ વ્યાકુળ બની સર્વ વિષયોને યુગપતું ગ્રહણ કરવા માટે વલખાં મારે છે, તથા એક વિષયને છોડીને અન્યનું ગ્રહણ કરવા માટે આ જીવ એવાં વલખાં મારે છે, પણ પરિણામે શું સિદ્ધ થાય છે? જેમ મણની ભૂખવાળાને કણ મળ્યો પણ તેથી તેની ભૂખ મટે? તેમ સર્વ ગ્રહણની જેને ઇચ્છા છે તેને કોઈ એક વિષયનું ગ્રહણ થતાં ઇચ્છા કેમ મટે? અને ઇચ્છા મટ્યા વિના સુખ પણ થાય નહિ. માટે એ બધા ઉપાય જૂઠા છે. (શ્રી મોક્ષમાર્ગીપ્રકાશક) * હે આત્મનુ! તમે મોહનિદ્રા છોડીને સાવધાન થાવ અને જુઓ, તમે ધન-સંપત્તિરૂપ માયામાં કેમ ભૂલી રહ્યાં છો? તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં ચાલ્યા જશો અને દોલત જ્યાંની ત્યાં પડી રહેશે. લક્ષ્મી તમારી નાત-જાતની નથી, વંશ- પરંપરાની નથી, બીજું તો શું? તમારા એક પ્રદેશનું પણ પ્રતિરૂપ નથી. જો એને તમે નોકરડી બનાવીને ન રાખી તો એ તમને લાત મારશે, માટે મહાન થઈને તમારે આવો અન્યાય કરવો યોગ્ય નથી. ૨૩૯. (શ્રી નાટક સમયસાર) * જૈસે રેશમના કીડા અપને હી મુખસે તારોકો નિકાલકર વૈરાગ્યવષ ] અપનેકો હી ઉસમેં આચ્છાદિત કર લેતા હૈ, ઉસી પ્રકાર હિતાહિતમે વિચારશૂન્ય હોકર યહ ગૃહસ્થજન ભી અનેક પ્રકાર કે આરંભોંસે પાપ ઉપાર્જન કરકે અપનેકો શીધ્ર હી પાપજાલમેં ફસા લેતે હૈં. ૨૪). (શ્રી જ્ઞાનાર્ણવ) * સંસારમાં એવું કોઈ તીર્થ નથી, એવું કોઈ જળ નથી તથા અન્ય પણ એવી કોઈ વસ્તુ નથી, જેના દ્વારા પૂર્ણપણે અપવિત્ર આ મનુષ્યનું શરીર પ્રત્યક્ષમાં શુદ્ધ થઈ શકે. આધિ (માનસિક કષ્ટ), વ્યાધિ (શારીરિક કષ્ટ), ઘડપણ અને મરણ આદિથી વ્યાપ્ત આ શરીર નિરંતર એટલું સંતાપ-કારક છે કે સજજનોને તેનું નામ લેવું પણ અસહ્ય લાગે છે. ૨૪૧. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * મોહથી અંધ જીવોના હૃદયમાં બાહ્ય સ્ત્રી, પુત્ર, શરીર આદિ પદાર્થો પોતાપણે ભાસે છે, મોહ રહિત પુરુષોના હૃદયમાં કર્મમલથી રહિત અવિનાશી આત્મા જ સદા પોતાપણે ભાસે છે. હે જીવ! જો તું આ બે ભેદને સમજી ગયો છે તો તું આ સ્ત્રી પુત્રાદિ કે જેને તે પોતાના માની લીધા છે તેમાં એકત્વબુદ્ધિરૂપ દુષ્ટ મોહને ક્ષણમાત્રમાં નાશ કેમ કરતો નથી? ૨૪૨. | (શી તત્ત્વભાવના) * હે સંસારી જીવો! જેને તમે કહો છો કે આ અમારું ધન છે, તેને સજ્જનો, જેવી રીતે નાકનો મેલ ખંખેરી નાંખવામાં આવે તેમ છોડી દે છે અને પછી ગ્રહણ કરતાં નથી. જે ધન તમે પુણ્યના નિમિત્તે મેળવ્યું કહો છો તે દોઢ દિવસની મોટાઈ છે અને પછી નરકમાં નાંખનાર છે અર્થાત્ પાપરૂપ છે, તમને એનાથી આંખોનું સુખ દેખાય છે તેથી તમે કુટુંબીજનો વગેરેથી એવા ઘેરાઈ રહો છો જેવી રીતે મિઠાઈ ઉપર માખી ગણગણે છે. આશ્ચર્યની વાત છે કે ૨૩૮.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104