Book Title: Updhan Tap Alochana Book Author(s): Tirthbhadravijay Publisher: Palaiben Gelabhai Gala View full book textPage 5
________________ ૭ શ્રી ઉપધાન તપ અંગે સ્પષ્ટીકરણ ૭ ઉપધાન એ શ્રાવક જીવનનું પરમ કર્તવ્ય છે. શ્રમણ જીવનમાં જે સ્થાન “યોગોદ્વહન”નું છે એવું જ સ્થાન શ્રાવકજીવનમાં ઉપધાનનું છે. આવશ્યક સૂત્રેની આરાધના માટેની યોગ્યતા-પાત્રતા મેળવવા માટે જ્ઞાનીઓએ ઉપધાન તપની ઉપાસના કરવાનું વિધાન કર્યું છે. ઉભયટંક પ્રતિક્રમણ અવશ્ય કરવાના વિધાન પરથી એવું તારવી શકાય કે, શ્રાવકે ઉપધાન પણ અવશ્ય કરવા જ જોઈએ. કારણ કે આવશ્યક સૂત્રોના ઉચ્ચારણ વિના પ્રતિક્રમણ ન થઈ શકે અને સૂત્રોના ઉચ્ચારણ માટે ઉપધાન કરવા આવશ્યક ગણાય. નવકાર આદિ સૂત્રોનો પાઠ આપણને નાનપણમાં આપવામાં આવે છે, એ એવા વિશ્વાસ અને એવી આશાથી આપવામાં આવે છે કે, બાળક વહેલા-મોડા ઉપધાન તપની ઉપાસના કરીને આવશ્યક સૂત્રોનો અધિકાર પ્રાપ્ત કરનારો બની જશે. ઉપધાનની ઉપાસના કર્યા વિના આવશ્યક સૂત્રો બોલનારે એ વાત કાળજે કોતરી રાખવી જોઈએ કે, જ્ઞાનીઓએ ઉધાર તરીકે આપણને નાનપણમાં આવશ્યક સૂત્રો આપવાની જે ઉદારતા દર્શાવી છે, એ માટે કૃતજ્ઞતાના ભાવ સાથે વહેલી તકે ઉપધાન કરીને આવશ્યક સૂત્રોની એ ઉધારમૂડીને માલિકીનીમૂડી બનાવી લેવામાં વિલંબન કરવો જોઈએ. - વ્યવહારમાં જેમ ભાડુતી બંગલો, માંગીને લાવેલા ઘરેણાં, ઉછીના નાણાં કે પારકી ચીજનો ભોગવટો કરતા હૈયામાં ડંખ અનુભવાતો હોય છે, એથી મોજપૂર્વક આ બધાનો ભોગવટો માણી શકાતો નથી, આ જ રીતે જેને શાસનના ધર્મસામ્રાજ્યના કાયદા-કાનૂન મુજબ આપણે ઉપધાન કર્યા વિના આવશ્યક સૂત્ર બોલતા હોઈએ, ત્યારે હૈયામાં ડંખ પેદા થવો જોઈએ કે, જ્ઞાનીઓએ મારી પર મૂકેલા વિશ્વાસને સફળ બનાવવા માટે વહેલામાં વહેલી તકે ઉપધાન તપની ઉપાસના કરી લેવી જોઈએ, જ્યાં સુધી હું ઉપધાન ન કરી શકું, ત્યાં સુધી હું દેવાદાર ગણાવું અને દેવાદાર છાતીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 80