Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala
View full book text
________________
hazal
ત
T
વ
નવકાર-મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રના વાક્યો વડે, હણી આગમોની વાણીને; કુદેવની સંગતથકી, કર્મો નઠારાં આચર્યા. મતિભ્રમથકી રત્નો ગુમાવી, કાચ-કટકા મેં ગ્રહ્યા. (૧૨)
આવેલ દ્રષ્ટિ માર્ગમાં, મૂકી મહાવીર ! આપને, મેં મૂઢધીએ હૃદયમાં,ધ્યાયા મદનના ચાપને; નેત્ર બાણો ને પયોધર, નાભિને સુંદર કટી, ને શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઈ જોયા અતિ. (૧૩)
મૃગનયની સમ નારીતણા, મુખચન્દ્ર નીરખવાવતી, મુજ મન વિશે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગૂઢો અતિ; તે શ્રુતરૂપ સમુદ્રમાં, ધોયા છતાં જાતાં નથી, તેનું કહો કારણ તેમ, બચું કેમ હું આ પાપથી ? (૧૪)
સુંદર નથી આ શરીર કે, સમુદાય ગુણતણો નથી, ઉત્તમ વિલાસ કળાતણો, દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ ! અભિમાનથી અક્સ્ડ ફરું, ચોપાટ ચાર ગતિતણી, સંસારમાં ખેલ્યા કરું. (૧૫)
આયુષ્ય ઘટતું જાય તો પણ. પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરું યત્ન પણ, હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું, પાયા વિનાના ઘર ચણું. (૧૬)
આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય-પાપ કશું નથી. મિથ્યાત્વીની કટુ વાણી મેં, ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા જ્ઞાને કરી, પ્રભુ ! આપશ્રી તો પણ અરે ! દીવો લઈ કૂવે પડ્યો, ધિક્કાર છે મુજને ખરે ! (૧૭)
먹고 자고 잭!
고 사

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80