________________
pa
H
il
થી ધ
bani Ha , ન ઘા
B
ધ = ધl a t a g a , a
u =
B
છે ક =
ધન =
l , n Ek Di
a pa ps પ્રણ પ્રકાર k kh as ૉ ક =
= a pa
AB u B ધ
=
=
નિર્મળવિપુલમતિ મનઃ પર્યવ, જ્ઞાન સહેજે દીપતા, જે પંચસમિતિ ગુપ્તિત્રયની, રયણમાળા ધારતાં, દશભેદથી જે શ્રમણ સુંદર, ધર્મનું પાલન કરે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૧૯
આત્મવિકાસ પુષ્કર કમલનાં પત્રની, ભાંતિ નહિ લેપાય છે, ને જીવની માફક અપ્રતિહત, વરગતિએ વિચરે, આકાશની જેમ નિરાલંબન, ગુણ થકી જે ઓપતાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૨૦
ને અખ્ખલિત વાયુ સમુહની જેમ જે નિર્બધ છે, સંગોપિતાંગોપાંગ જેના, ગુપ્ત ઈન્દ્રિય દેહ છે, નિસ્ટંગતા ય વિહંગ શી, જેનો અમુલખ ગુણ છે. એવા પ્રભુ અરિંહતને, પંચાંગ ભાવે હું નમું..૨૧
ખદ્ગીતણા વરશંગ જેવા, ભાવથી એકાકી જે, ભારંડપંખી સારીખા, ગુણવાનને અપ્રમત છે, વ્રતભાર વહેતા વરવૃષભની, જેમ જેહ સમર્થ છે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૨૨
કુંજરસમાં શૂરવીર જે છે, સિંહસમ નિર્ભય વળી, ગંભીરતા સાગર સમી, જેના હૃદયને છે વરી, જેના સ્વભાવે સૌમ્યતા છે પૂર્ણિમાના ચંદ્રની, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું..૨૩