________________
400
la
ham ma aa hai
લોકાગ્રભાવે પહોચવાને, યોગ્ય ક્ષેત્રી જે બન્ને,
ને સિદ્ધના સુખ અર્પતી, અંતિમ તપસ્યા જે કરે, જે ચૌદમાં ગુણસ્થાનકે, સ્થિર પ્રાપ્ત શૈલેશીકરણ, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું.... ૪૦
હર્ષે ભરેલા દેવનિર્મિત અંતિમે સમવસરણે, જે શોભતા અરિહંત પરમાત્મા જગતધર આંગણે, જે નામના સંસ્મરણથી, વિખરાય વાદળ દુઃખના, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૪૧
જે કર્મનો સંયોગ-વળગેલો અનાદિ કાળથી, તેથી થયા જે મુક્ત પૂરણ, સર્વથા સદ્ભાવથી, રમમાણ જે નિજરૂપમાં, ને સર્વજ્રગનું હિત કરે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૪૨
જે નાથ ઔદારિક વળી, તૈજસ તથા કાર્પણ તનું, એ સર્વને છોડી અહીં, પામ્યા પરમપદ શાશ્વતું, જે રાગદ્વેષ જળે ભર્યાં, સંસાર સાગરને તર્યા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૪૩
શૈલેશીકરણે ભાગ ત્રીજે, શરીરના ઓછા કરી, પ્રદેશ જીવના ઘન કરી, વળી પૂર્વધ્યાન પ્રયોગથી, ધનુષ્યથી છુટેલ બાણ, તણી પરે શિવગતિ લહી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૪૪
નિર્વિઘ્ન સ્થિર ને અચલ અક્ષય, સિધ્ધિગતિએ નામનું,
જે સ્થાન અવ્યાબાધ જ્યાંથી, નહિ પુનઃ ફરવાપણું,
એ સ્થાનને પામ્યા અનંતા, ને વળી જે પામશે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૪૫
고 사
ધ ને ઉકે . ૫૮
206
la
F
205
20
E
H
20
20
E
વ
સ
ધ ધ ધ ધ ધણ પૂર્ણ ચણ ચણ ચણ
ES