Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 61
________________ આ સ્તોત્રને પ્રાકૃતગિરામાં, વર્ણવ્યું ભક્તિબળે, અજ્ઞાત ને પ્રાચીન મહામના, કો મુનિશ્વર બહુશ્રુતે, પદ-પદ મહી જેના મહા સામર્થ્યનો મહિમા મળે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું..૪૬ જે નમસ્કાર સ્વાધ્યાયમાં, પ્રેક્ષી હૃદય ગદ્ગદ્ બન્યું, શ્રી ચંદ્ર નાચ્યો ગ્રંથ લઈ, મહાભાવનું શરણું મળ્યું કિીધી કરાવી અલ્પભક્તિ, હોશનું તરણું ફળ્યું, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૪૭ જેના ગુણોના સિંધુના, બે બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલમહી કે, નાથ સમ કો છે નહિં, જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહિ, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૪૮ જે નાથ છે ત્રણ ભુવનના, કરુણા જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વમાં, સભાવની સરણી વહે, આપે વચન “શ્રીચંદ્ર' જગને, એ જ નિશ્ચિય તારશે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૪૯

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80