________________
Explanath
E
TH
TO
T
E
ET
Aa
NEE
G
E
હું અષ્ટપ્રવચન માતા છું
આપણો જૈન ધર્મ, અહિંસા પ્રધાન અને જીવદયામુલક છે. જેના મુળમાં જીવદયા રહેલી હોય તેને ધર્મ કહેવાય, ઉપધાન દરમ્યાન આરાધકોએ જીવદયાનું પાલન કરવાનું હોય છે. તે માટે જ્ઞાની ભગવંતોએ અષ્ટપ્રવચન માતા બતાવી છે. જેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો સમાવેશ થાય છે. એ આત્માને સાવધ પ્રવૃત્તિમાંથી ઉગારી સંવરમાર્ગમાં સ્થિર કરે છે.
(૧) ઈર્ચા સમિતિ :- ચાલવાનો વિવેક - હંમેશા નીચે જોઈને સાડાત્રણ હાથ જેટલી ભુમિમાં દૃષ્ટિ રાખીને જયણાપૂર્વક ચાલવું તેને ઈર્યા સમિતિ કહેવાય. ઉતાવળથી નીચે જોયા વગર ચાલવાનું ટાળવું ચાલતી વખતે રસ્તામાં કીડી વિગેરે કોઈપણ નાના કે મોટા જીવજંતુ પગ નીચે ન આવી જાય તેની કાળજી રાખવી. રાત્રે ચાલતી વખતે દંડાસણનો ઉપયોગ કરવો.
(૨) ભાષા સમિતિ :- બોલવાનો વિવેક-જ્યારે જરૂર પડે ત્યારે જ બોલવું. જ્યારે બોલીએ ત્યારે હંમેશાં મુહપત્તિના ઉપયોગપૂર્વક જ બોલવું એટલે મોઢાં આગળ મુહપત્તિ રાખીને બોલવું.
(૩) એષણા સમિતિ ઃ- ખાવાપીવાનો વિવેક- જેટલી જરૂર હોય તે મુજબ વાપરવું. ખાતી વખતે ઢોળવું નહિ. એઠું છોડવું નહિ. ખાતા ખાતા બોલવું નહિ. જરૂર પડે તો પાણી પીને બોલવું. વાપર્યા પછી થાળી ધોઈને પીવી અને થાળી લુછીને ચોખ્ખી કરવી. વાપરતા નીચે દાણા વિગેરે પાડવા નહિ. નીચે પડેલા દાણા વીણી લેવા અને વાપરી જવાં.
(૪) આદાનભંડમત્ત નિક્ઝેવણા સમિતિ ઃ- વસ્તુ લેવા – મુકવાનો વિવેક – કોઈપણ વસ્તુ - પુસ્તક, કપડાં, વસ્ત્ર પાત્ર વિગેરે કોઈપણ વસ્તુ લેતા પહેલાં ચરવળાથી કે પંજણીથી પૂજવું. કોઈ પણ વસ્તુ મુકતા પહેલાં પુંજવું. નીચે બેસતી વખતે પુંજીને કટાસણ પાથરવું. સંથારો કરતી વખતે ભૂમિપૂંજીને સંથારો પાથરવો.
2020 205 206 206 20
99
Each the a
E
PALIA
Y
Em